મારી નજર : સંદીપ ભાટિયા
થાય બીજું કાંઈ શું મારા વગર,
યંત્રવત્ જીવતું હશે તારું નગર.
આયનામાં જોઈને ખુદને હવે,
રોજ હું પૂછ્યા કરું મારી ખબર.
ગોદ સૂની ડાળની રહે ના કદી,
ફૂલ ખરતાં જન્મશે ત્યાં પાનખર.
લાગણી ખોવાય છે એ દેશમાં,
કોણ કોને શોધવાનું ઉમ્રભર.
કાચબાની પીઠ શાં સંવેદનો,
ને સતત સ્પૅશ્યા કરે મારી નજર.
- સંદીપ ભાટિયા
કોઈ લાગણીભીનો ક્યાં સુધી આયનામાં જોઈ જાતની ખબર પૂછ્યા કરે , કાચબાની પીઠ સમ સંવેદનો, ક્યારેક તો ડોકિયું કરશેને ?!!!!
.

ચોથી પંક્તિ બહુ ગમી.
વાહ કવિ….
છેલ્લા બે શેર કમાલના થયા છે….
enjoyed.
આયનામાં જોઈને ખુદને હવે,
રોજ હું પૂછ્યા કરું મારી ખબર.
ખુબ જ સરસ