શું ગયું : આહમદ મકરાણી

 

સીમ, શેઢો, મોર, ટહુકો ને પછી શું શું ગયું ?
ઘર, ગલી, સરિયામ રસ્તો ને પછી શું શું ગયું ?
 
ટેરવે થીજી ગયેલી છે પળો કૈં બર્ફ થૈ -
તાપ, સગડી, સૂર્ય, તડકો ને પછી શું શું ગયું ?
 
તરફડે છે એક પીંછુ જોઇને આ આભને,
ઝાડ, જંગલ, પાંખ, માળો ને પછી શું શું ગયું ?
 
પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં-
શબ્દ, અર્થો, મૌન, પડઘો ને પછી શું શું ગયું ?
 
આટલામાં ક્યાંક મારા દિવસો વસતા હતા-
તોરણો, છત, બારી, પરદો ને પછી શું શું ગયું ?

-  આહમદ મકરાણી

 

કશુંક ગયું – એની પળોજણમાં બીજુંય કેટલુંક જતું ના રહે, તેવી અગમચેતી ?!!  નહિં તો પછી શું શું ગયું ? – બસ જે છે એને માણી લો.

 

 

.


14 Comments to “શું ગયું : આહમદ મકરાણી”

  1. આહમદભાઈની દરેક ગઝલમાં એમના સરળ અને સહજ વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે.
    ….ને પછી શું શું ગયું જેવા રદિફને સુંદર રીતે નિભાવી,પ્રતિકોને ય સરસ રીતે ગોઠવ્યાં છે.
    -અભિનંદન.

  2. સુંદર રચના…

  3. ગમી જાય એવો લય અને સાંકળની કડીઓ સમી પ્રતીક-શબ્દ ગૂંથણી. માણવી ગમે એવી રચના.

  4. sunil shah says:

    સુંદર રચના..

  5. Harnish Jani says:

    Wah Wah-Gil Baag Baag thai gayu.
    Thank you for the good poem.

  6. sudhir patel says:

    ગમી જાય એવી ગઝલ!
    સુધીર પટેલ.

  7. Vishvesh says:

    Adbhut rachana!

  8. સુરેશ જાની says:

    સરસ અને વીચારતા કરી દે તેવી રચના

  9. પિંકી તમે નીચે બે લીટીમાં બીજુ જાય એ પહેલા માણી લેવાની વાત કરી છે. અસલ વાત માણવાની નથી. વિસાદમાં સરી જવાની છે. અંદરથી એક સ્ટ્રોક ધક્કો વાગે એ કવિની જાણ્યે અજાણ્યે નેમ છે. આ ગઝલ વાંચીને પેટમાં કાછબી બાઝી જાય તો તમારી સંવેદના અને સમજ ખરી. તમે લેખકની નેમ ઉપર પાણી ફેરવવા કાં ઉભા થયા. આતો એવું કે મશાણે મડદા બળતા જોઈને તમે માણવાની કાં મોંકાણ માંડો. સમસંવેદન ન પ્રગટે તો રાહ જુઓ પિંકી, આમ ઉફરા જ મેદાનમાં ઉતરી પડવાનો શો મતલબ…

  10. દરેક હિંમતે પોતાની કટાર પોતાની પાસે રાખવી, બીજાને ભોંકવા ના દોડવું. અલ્યા ખડબા તું તારે નિરાંતે રોકકળના લેખ લખ,મશાણે મડદા બાળ પણ તારી જીભ તારા મોઢામાં રાખ. લોકોને કવિતા માણવા દે. તને ઈંયા કોણે પાટલો મૂકીને નોતર્યો છે?

  11. Pinki says:

    Agree with you….. but if one can/should take it positively will benefit.
    It’s just a note , after catharsis !!

    આપ જે કહો છો તે તો પ્રત્યક્ષ રીતે જ ગઝલમાં પ્રગટ થાય છે, આથી તેનો ઉલ્લેખ ટાળ્યો છે.

  12. Hitesh Dave says:

    Khadkhad Khatariyo ne malum thay…. Himat Katariya e to eni loko tarafni samvedna batavi thode-ghane anshe samaj tarafnu enu bandhan to darshavyu chhe…parantu tu darek ghadi ma rangreliya manav tu tare manav…tane koi roke to keje… Samaj ni karuntaj e chhe ke have samaj ni andar raheli vedna koi potana marafate kadhe toye haramna hadkao sahan nathi kari shakta…Bas mojshokh karava chhe…Atmshlagha ne e badhu bhutkal bani chukyu hoy evu aa babat parthi spasht thay chhe…

  13. Hitesh Dave says:

    Ale le Pinki…Kharu ho!…Koi wiseacre karavanu to tari pahethij sikhe…

  14. mitr vajesinhe mokli gazal ahi tanku chhu.
    aahmad makraani once more

    બેઠા છીએ

    હાથમાં આ જામ લઈ બેઠા છીએ,
    લ્યો, મજાનું કામ લઈ બેઠા છીએ.

    મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર?
    દુશ્મનોનું નામ લઈ બેઠા છીએ.

    કોઈ પણ અમને ઉઠાડો ના હવે,
    આ જગાના દામ દઈ બેઠા છીએ.

    રાફડા છોને પછી ઘેરી વળે,
    કેટલો આરામ લઈ બેઠા છીએ.

    સૂર્ય ઊગે તો અહીં ખબર દેજો,
    જિંદગીની શામ લઈ બેઠા છીએ.

    આ ગઝલ અમથી લખાતી હોય ના-
    વેદનાના ડામ લઈ બેઠા છીએ.

    આહમદ મકરાણી

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME