તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ

 

ડૉ. મહેશ રાવલની ઓડીયો સીડી -શબ્દસ્વર- નું  લોકાર્પણ કવિ શ્રી સંજૂ વાળાના  હસ્તે રવિવાર તા.૨૪.૫.૨૦૦૯ ના રોજ રાજકોટ ખાતે શહેરના નામાંકિત કવિઓ, ભાવકો અને આકાશવાણી, દૂરદર્શન અને હેલો સૌરાષ્ટ્ર (લોકલ ન્યુઝ ચેનલ) ના આમંત્રિત સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ. અતિથી વિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને કલારસિક, ભાવક શ્રી અનિલભાઈ ખંભાયતાને આમંત્રિત કરેલાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષ ટેવાણીએ (દૂરદર્શન-રાજકોટ) કર્યું. તેમનો ગઝલ સંગ્રહ નવેસર પણ ૨૪.૫.૦૬ ના રોજ પ્રકાશિત થયેલો, અને શબ્દસ્વર ઓડીયો સીડી પણ એ જ તારીખે લોકાર્પિત થઈ. તો તેમની ૨૮મી લગ્નગાંઠ પણ ઉજવાઈ.
મહેશઅંકલનાં જ સ્વરમાં એક તરન્નુમ ……. બીજા નવા વોલ્યુમની શુભેચ્છાઓ સહ ….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Click Here

પાંપણે ઘેરાય શ્રાવણ, તોય હું તો મૌન છું,
બોલકું એકાંત છે પણ, તોય હું તો મૌન છું.

એક પળ એવી નથી વીતી હજુ એકેય ક્ષણ,
જે ક્ષણે ના હોય ભારણ, તોય હું તો મૌન છું.

રોજની ઘટના બની ગઈ છે હવે તો આંસુઓ,
કંઈ નથી એનું નિવારણ, તોય હું તો મૌન છું.

લાગણીનો અર્થ સીધો મેં કર્યો’તો લાગણી,
એમણે બીજો કર્યો પણ, તોય હું તો મૌન છું.

નામ પણ શું આપવું આ તૂટતા સંબંધને,
આમ દરિયો આમ છે રણ, તોય હું તો મૌન છું.

- ડૉ. મહેશ રાવલ

 

 


the attachments to this post:

maun chhu
maun chhu


8 Comments to “તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ”

  1. મૌનને ગાવાની વાત ગમી…

    આખી સીડી સરસ થઈ છે…

    અભિનંદન અને શુભેચ્છાઓ…

  2. Bharat Atos says:

    લાગણીનો અર્ત્ય્હ સીધો મેં કર્યો’તો લાગણી,
    એમણે બીજો કર્યો પણ,તોયે હું તો મૌન છું.

    સુંદર ગઝલ. આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર,પિન્કિબેન.

  3. સુંદર ગઝલ. ઑડિયો ચાંપ 404 નમ્બરની એરર સાથે ઉઘડતી નથી.

  4. મૌનનું સુંદર કાવ્ય..-અભિનંદન

  5. Very Nice Guzal
    આવી સુંદર રચનાઓ આપવા બદલ આભિનંદન પિન્કી બેન!
    – પ્રવિણ કે.શ્રીમાળી
    http://kalamprasadi.blogspot.com
    http://kalamprasadi.gujaratiblogs.com

    યુ વ માટે ખસ મારો આ બ્લોગ છે એકવાર નજર કરશો મર દોસ્તો

    http://yuvarojagar.blogspot.com
    http://yuvarojagar.gujaratiblogs.com

  6. ભાગ્યેશ જહા says:

    વાહ ! મહેશભાઇ, રણ અને દરિયાની વચ્ચે ક્ષણને માણવાની મઝા આવી.

  7. સુંદર ગઝલ… છેલ્લા બે અશઆર વધુ ગમી ગયા.

    અભિનંદન મહેશભાઈ… ઓડિયો-સીડી માટે અને 28મી લગ્નતિથી માટે પણ !

    મને એમ કે અહીં ઓડિયો-સીડીની ઝલક માણવા મળશે પરંતુ audio is not working !

  8. બધા જ મિત્રોનો અભિનંદન બદલ આભાર…. આપ સહુનાં ઉત્સાહપ્રેરક પ્રતિભાવથી,એક અલગ પ્રકારનો જુસ્સો મળે છે.
    કંઈક ટેકનિકલ ક્ષતિને હિસાબે ઓડિયો પ્લેયર કામ આપી શક્યું ન હોય એમ લાગે છે.
    આશા રાખીએ કે પિન્કીબેન એ બાબતે કંઈક કરશે,ને આપણે સહુ મારી આ ગઝલ મારા અવાજમાં સાંભળી શકીશું…..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME