વિસ્તર્યા કરે : આશ્લેષ ત્રિવેદી
વરસાદ આખી રાત સતત ઝરમર્યા કરે,
ને શૂન્યતાનું એક નગર વિસ્તર્યા કરે.
એકાંતને ય હોય પ્રતિબિંબ જેવું કંઈ,
આભાસ દર્પણોનો મને છેતર્યા કરે.
ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયાં,
છોડી તને વિહંગ ! પીંછા કરગર્યા કરે.
કે’વાય છે કે, ધુમ્મસોય ઓગળી ગયાં,
અજવાળાં તારું નામ કોઈ ચીતર્યા કરે.
આ વેદનાઓ મારી કહો કોને જઈ કહું,
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે,
ને પાંપણોમાં કોઈ ભીનું તરવર્યાં કરે.
- આશ્લેષ ત્રિવેદી
શૂન્યતાના નગરમાં એક લટાર…… !!
.

પિંકી,
સરસ ગઝલ શોધી છે.
આભાર..સપના
આશ્લેશભાઇ….
અતિ હૃદયંગમ અને ઝરણાના અસ્ખલિત પ્રવાહ જેવી સુન્દર ગઝલ
માટૅ ધન્યવાદ ! નયનરમ્ય રંગોળી જેવા જાજરમાન ભાવ વૈવિઘ્ય સાથે અન્તરતમ
મા ઍકરુપ થઈને વહેતો લાગણી પ્રવાહ જ્યારે સાત પાતાળને ભેદીને વહે ત્યારે સહુને
ભાવથી તરબોળ કરીદે તે સ્વાભાવિક જ છૅ !
અવિરત વર્ષાની ઝરમર સાથે ભળી જતા અશ્રૂઑ સાથે વિસ્તરી રહેલું શૂન્યનુ
સામ્રાજ્ય….પંખીના વિરહમાં પીંછાનું આક્રંદ …જાણે કૂવોભરીને રોઈ પડવાનો
વસમો પ્રસંગ…!
અને છેલ્લા બે શેરમાંતો વિરહનું દર્દ જાણે અંતરાલમાંથી ઉદભવી સકલ
બ્રહ્માંડને આંબી જતું લાગે તેવી ભાવની પરાકાષ્ટા છે !
જન્મજન્માંન્તરનું કવિનું વિરહનું દર્દ અને તેની કાતિલ વેદના ગઝલના
ઉત્તરાર્ધમાં કવિની આંખોમા ગુલમહોરના લાલ ચટ્ટક રંગની જેમ ફુટી નિકળે છે…
તેને ‘દાદ’ આપવી જ રહી ….
જાણે વિરહની પરમ પરાકાષ્ઠા…સાધનાની ચરમ સિમા …આ જ
સ્થાયીભાવનાનો સાક્ષાત્કાર કેવો ભવ્ય અને ઊર્ધ્વગામિ ? ભીની પાંપણો વચ્ચે લચી
રહેલું નીંદરનું વૃક્ષ…ઘડીભર કલ્પના કરીએ કે રાતભરની ઝરમર પછીનું સદ્યસ્નાત
વૃક્ષ ઊભુંછે , હજાર હજાર આંસુ સારતા સ્વપ્નભંગ ક્ષુબ્ધ યક્ષ જેવું ! છત્તાં એ ભીની
પાંપણોની ભીનાશમાં ‘કોઈ’ હજુયે તરવર્યા કરે તેને શું કહીએ ???
વાસ્તવિકતાની સીમાઓ ઓળંગી પ્રિયાના સાનિધ્યમાં અવિરત આળોટતું મન?
ગુજરાતી ગઝલ શ્રેણિમાં અજવાળાં પાથરે તેવા ઉચ્ચ દરજ્જાની ગઝલો
આશ્લેશભાઈ તરફ્થી મળ્યા કરે તેવી અપેક્ષા સાથે….
શકુંતલાબેન .
ખૂબ જ મજાની ગઝલ… બધા જ શેર મજાના થયા છે.
સરસ ગઝલ! બીજો શે’ર વધુ ગમ્યો.
સુધીર પટેલ.
નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે,
ને પાંપણોમાં કોઈ ભીનું તરવર્યાં કરે.
- સુંદર કલ્પન !
Aha! Darek sher maa daad nikli jaay che…Maqta la-jawaab!