વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)

તમે
એક અભિયાનમાં
વૃક્ષ વાવ્યું,
બીજામાં
સીંચ્યું,
અને ત્રીજા અભિયાનમાં
કાપી નાંખ્યું.
ઠીક છે
તમે માલિક હતા, વૃક્ષના
પણ જવાબ તો આપવો જ પડશે
કે જેણે વૃક્ષને પોષ્યું,
જે પાંદડાં ફૂટવાના સમયથી
કપાઈ જવાના સમય સુધી
મૂક હતી
એ ધરતી
પેલા વૃક્ષની શું હતી ?
- ઓમ પુરોહિત
અનુવાદક : કિશોર શાહ ( ગુજરાતી )
પ મી જૂન, વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષ વાવો અભિયાનનું ‘ અભિયાન’ બરાબર જામ્યું …… પણ જવાબ તો આપવો જ પડશેને ?!!
.
the attachments to this post:



સુંદર રચના… વેધક !!
જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. વાહ-
હૃદય ખોતરાય એવું ખોતરણું કાવ્ય.
ધરતી સહુની માતા, તો વૃક્ષની પણ ખરી જ ને !
ખુબ સરસ…save the nature & amp; save the future
શુ આ કવિતા મારા બ્લો ઉપર મુકીશકુ ?
Pinki : sure, u can … or add link.
You will also like a gazal on jungle by Amit Vyas http://webmehfil.com/?p=287
and also a gazal by harsh Brahmbhatt http://webmehfil.com/?p=69