છોકરીનું તડકીલું ગીત : ભાગ્યેશ જ્હા

 

એક છોકરીના સપનામાં સળગેલા સૂરજને
હળવેથી છત્રી ઓઢાડવાનું સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

ઉકળતા આસમાને તડકો પડે, તે જાણે છોકરીની તડતડતી ઇચ્છા,
ભડભાથી સૂરજની આમન્યા ઓળંગી, એક ચકલી નચાવે ભીનાં પીંછા,
તમે પીંછાના પરસેવે મેઘધનુષ્ય રચવાની ચકલીની વારતાઓ સાંભળી છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

કહે છે કે સૂરજને પહેરી ગોગલ્સ, હવે જોવું છે મૃગજળનું પાણી,
આખું તો શહેર જાણે હિલ્લોળે ડોલે, જેમ કંપે છે છોકરીની વાણી,
તમે ભીની ભાષાને કદી સ્પર્શ કરી, અંધારું લાલચોળ દાઝ્યાનું સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

દરિયો તો પહેરણને સૂકવવા મૂકીને, સપનામાં ડૂબકીઓ મારે,
છોકરીના કાનમાં માછલીના ગીતની, કાંકરીઓ કોણ હવે મારે,
તમે મોજામાં દરિયાનાં પગલાં ફસાય, ત્યારે દરિયાનું ગીત સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

- ભાગ્યેશ જ્હા

 

અમદાવાદમાં વરસાદ મોરલાના ટેંહૂક  ટેંહૂકમાં ટહુકી રહ્યો છે, પણ પેલ્લા વરસાદનો કાંટો વાગે તે પહેલાં માણી લઈએ એક છોકરીનું તડકીલું ગીત……જોજો પણ, પીંછાના પરસેવે મેઘધનુષ્ય રચતી ચકલીની વારતાઓ ભાગ્યેશઅંકલની ભીની ભાષામાં સાંભળીને લાલચોળ દાઝી ન જવાય …..?!!

 

 

.


14 Comments to “છોકરીનું તડકીલું ગીત : ભાગ્યેશ જ્હા”

  1. chetu says:

    Waah … pinky bahen .. tame b sundar majani rachanaao shodhi lavo chho…! shri bhagyeshji ni rachana hoy pachi kahevanu j shu..? shabdo j eva sunadar ane kaik alag j kalpnaao rachi hoy…!!

  2. Nice one. Enjoyed.

  3. aamanya joshi says:

    khub j saras,bahu sundar rachana bhagyeshbhai.
    pinkiben aavi j rite kaik navu lavta raho…
    aabhar..

  4. maulvi pandit says:

    very good song.

  5. Harnish Jani says:

    વાહ વાહ-છોકરીના સપનામાં સળગેલા સૂરજ-ની વાત-ગરમીની વાત-મઝાની વાત.
    સરસ પસંદ પિન્કીજી.

  6. Sudhir S. Raval says:

    Dear Pinkiji,

    Such a wonderful song in GUJARATI and written by a live poet shri Bhagyesh jha..Obviously fentastic..Music composition is also good, which can change the common impression of typical gujarati songs..!Youth will like..My best wishes..

    Sudhir S. Raval.

  7. વાહ દોસ્ત ! ક્યા બાત હૈ !

    મજેદાર ગીત… લય પણ અદભુત થયો છે…

  8. pragna kodiatar says:

    એક છોકરી ના સપનાં માં સળગેલા સુરજને હળવે થી છત્રી ઓઢાડવી એટલે જાણૅ દીપક ની ઓલવાતી શગ ને સંકોરી તેમાં ઉમંગ ભર્યા સપના નું ઘી પુરવું. ઉકળતા આસમાન જેવી છોકરી ની ઇચ્છાઓને મુર્ત સ્વરુપ આપવા ચકલી પણ ભીનાં પીંછા નું મેઘધનુષ રચે છે. અદભુત અભિવ્યક્તિ.

  9. bindu says:

    ભાવનાઓ ની શબ્દો માં ખુબ જ સુંદર અભિવ્યક્ત.

  10. prarthana says:

    કવિશ્રિ, તમે જે સ્પર્શ કયો ભાશા ને તે અસરકરક અસર્ર કરે ચે, અભિનન્દન્….પ્રાર્થના USA

  11. Darshan Maharaja says:

    Sunder Kavya Rachna aapni Bhavnane shabdo dwara aape rachi te badal Khubj abhinandan.

  12. Dr Charu says:

    Kavi shri Bhagyesh Jha dwara rachayel sunder rachnane vanchi khubaj aanand thayo. Suraj ne gogals pehravi ne mrugjal na pani ni kalpana khubaj adbhoot rahi.

    Bhavya Excellent Rachna

  13. Punamchand says:

    તમે છોકરીની તડતડતી ઇચ્છાને,
    કાવ્યમાં કંડારવાનું કદી સાંભ્ળયુ છે?

    દાઝેલા મેઘધનષ્યની છત્રીમાં ગુંજતા પગલાં માં,
    ભાગ્યેશ નું મધુર ગીત એક આવ્યું છે….

    પુનમચંદ

  14. PRANGESH says:

    NA JUO E NAJAR THI AMNE K DIL BHUL KARI DESE, AA PREM NI AAG CHE TAMNE ANE MANE BADI NE BHASMI BHOOT KARI DESE. PRABHU

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME