રસ નીતરતી સાંજ : મકરંદ મુસળે

રસ નીતરતી સાંજના ઉલ્લાસ જેવું,
આપણું હોવું સભામાં ખાસ જેવું.
જોઉં છું કે કોણ રોકે છે તને જા,
તું ફરી વળ ચોતરફ અજવાસ જેવું.
જ્યાં નજર પહોંચે બધે દેખાય કોઈ,
કોણ પથરાયું હશે આભાસ જેવું.
આ લીધો ને લે, ફરી મૂકી દીધો બસ ?
શ્વાસનું પણ હોય છે નિઃશ્વાસ જેવું.
સૂર્ય જેવો સૂર્ય પણ ડૂબી ગયો લે,
ક્યાં બચ્યું છે કોઈમાં વિશ્વાસ જેવું.
- મકરંદ મુસળે
રસ નીતરતી સાંજને મકરંદભાઈ ચોતરફ અજવાસ ફેલાવી દેવાની મોકળાશ આપે છે. અને આવી કોઈ ‘ખાસ’ સાંજ અજવાસની સાથે સાથે કોઈનો આભાસ પણ ફેલાવી જ દેતી હોય છે. જોકે, આજે મકરંદભાઈનું આપણી સભામાં ( વૅબમહેફિલમાં ) હોવું પણ ‘ખાસ’ જેવું… આજે તેમનાં જન્મદિને મને ગમતી તેમની એક ગઝલ ….. મબલખ શુભેચ્છાઓ સહ !!
.
the attachments to this post:

સરસ ગઝલ સાથે મકરંદ મુસળેને જન્મ-દિવસના અભિનંદન!
સુધીર પટેલ.
જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…
સુંદર ગઝલ..
જન્મદિનની વધાઈ. સરસ ગઝલ.
રસ નીતરતી સાંજના ઉલ્લાસ જેવું,
આપણું હોવું સભામાં ખાસ જેવું.
સૂર્ય જેવો સૂર્ય પણ ડૂબી ગયો…………
ખૂબ ગમ્યું.
જ્ન્મદિન મુબારક કવિ..સરસ ગઝલ…
જન્મદિવસની શુભકામના.
સરસ ગઝલ્!
સપના
આપ ને અભિનન્દન જન્મ દિવસ ના પણ અને ગઝલ ના પણ્ ,સુન્દર બહુ જ સુન્દર્
મારો જન્મ દિવસ આવે ત્યારે gift મને જોઇએ .. તમ્ ને ખબર હશે જ-શુ?