મૂર્તિ : મધુ કોઠારી

 

મૂર્તિને

હું ઓળખી ન શક્યો

તેથી મારે

માણસોને પૂજવા પડે છે !

 

* * * * *

 

મૂર્તિ સ્થિર

પ્રતીક્ષા કરે છે

કોની યુગોથી ?

 

* * * * *

 

મૂર્તિ

એટલે

લાગણીને

મીણમાં ઢાળવી તે

અને ધાતુની ચામડીમાં

જડી દેવી તે.

 

* * * * *

 

કૈં કેટલાય જન્મ

પ્રકાશની ગુફામાં

લીધા પછી

અને સફેદ શ્વાસના

તરાપા પર સદીઓથી

તર્યા પછી

મૂર્તિ બની શકાય છે.

 

- મધુ કોઠારી

 

નિરાકાર , નિર્ગુણ પરમ તત્ત્વ પ્રત્યેની પોતાની લાગણીઓને ધાતુની ચામડીમાં જડી,  મનુષ્ય તેને મૂર્ત સ્વરૂપ તો આપે છે. પણ આ કલિયુગમાં સદ્.ગુરૂ કેમ ઓળખાય અને તે તો બસ ‘માણસ’ – માત્રને જ પૂજે છે !! અને મૂર્તિ પણ જાણે કે ઈશ્વરની શોધમાં  સ્થિર ઊભી રહે છે.  જો કે, પ્રકાશ ( પરમ તત્ત્વની ઓળખ ) ની ‘ગુફા’ માં કૈં કેટલાંય જન્મ લીધા પછી ‘સફેદ શ્વાસ’ ( પુણ્ય )  લીધા હોય તો જ મૂર્તિ બની શકાય છે.

ધર્મમાં પ્રવર્તિત વિડંબનાઓનું કવિ સુપેરે નિરુપણ કરે છે.

 

 

.


One Comment to “મૂર્તિ : મધુ કોઠારી”

  1. nilam doshi says:

    ખૂબ સુન્દર….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME