તાજમહાલ : સાહિર લુધિયાનવી ( અનુ : રઈશ મનીઆર )

તારે મન તાજ પ્રણયનું હો સરસ ધામ ભલે
લાગતું હો તને શ્રદ્ધાભર્યું એ નામ ભલે
ક્યાંક બીજે જ હવે મળજે મને, મારી પ્રિયા !
રાજાઓ સામે ગરીબોની સ્થિતિ, શું મતલબ ?
શાહી વૈભવની નિશાની હશે અંકિત જે પથે
એ પથે પ્રેમભર્યાં દિલની ગતિ, શું મતલબ ?
પ્રેમના પડદાની પાછળ જે છુપાયેલાં હતાં
કાશ ! વૈભવનાં નિશાનોને તેં જોયા હોતે
મૃત રાજાઓના સ્મારકથી બહેલતાં પહેલાં
ખુદનાં અંધાર્યાં મકાનોને તેં જોયાં હોતે
આ મકાનો, આ કબર, કોટ ને કિલ્લા સઘળા
અંતે મનમોજી શહેનશાહની મોટાઈના સ્તંભ
વેલબૂટાથી સજાવટ કરી છે એ રંગો
એમાં મિશ્રિત હશે કોઈ આપણા પૂર્વજ તણું રક્ત
હા, પ્રણય એમણે પણ કીધો હશે, મારી પ્રિયે
જેમની કારીગરી કોતરી ગઈ આ કાવ્યો
એમના વહાલાઓનાં કોઈ નથી નામોનિશાન
આજ લગ કોઈએ દીવો નથી સળગાવ્યો
આ બગીચો, આ યમુનાનો કિનારો, આ મહેલ
કોતરાવેલ દીવાલો, ઝરુખા, ભવ્ય વળાંક
એક શહેનશાહે મદદ લઈને નરી દોલતની
અમ ગરીબોના પ્રણયની જ ઉડાવી છે મજાક
ક્યાંક બીજે જ હવે મળજે મને, મારી પ્રિયા !
અનુવાદક : રઈશ મનીઆર
ताजमहल
ताज तेरे लिए इक मज़हर-ए-उलफत ही सही
तुम को इस वादी-ए-रँगीं से अक़ीदत ही सही
मेरे महबूब कहीं और मिला कर मुझसे
बज़्म-ए-शाही में ग़रीबों का गुज़र क्या मानी
सब्त जिस राह पे हों सतवत-ए-शाही के निशाँ
उस पे उलफत भरी रूहों का सफर क्या मानी
मेरी महबूब पस-ए-पर्दा-ए-तशरीर-ए-वफ़ा
तूने सतवत के निशानों को तो देखा होता
मुर्दा शाहों के मक़ाबिर से बहलने वाली,
अपने तारीक़ मक़ानों को तो देखा होता
अनगिनत लोगों ने दुनिया में मुहब्बत की है
कौन कहता है कि सादिक़ न थे जज़्बे उनके
लेकिन उनके लिये तश्शीर का सामान नहीं
क्यूँकि वो लोग भी अपनी ही तरह मुफ़लिस थे
ये इमारत-ओ-मक़ाबिर, ये फ़ासिले, ये हिसार
मुतल-क़ुलहुक्म शहँशाहों की अज़्मत के सुतून
दामन-ए-दहर पे उस रँग की गुलकारी है
जिसमें शामिल है तेरे और मेरे अजदाद का ख़ून
मेरी महबूब ! उनहें भी तो मुहब्बत होगी
जिनकी सानाई ने बक़शी है इसे शक़्ल-ए-जमील
उनके प्यारों के मक़ाबिर रहे बेनाम-ओ-नमूद
आज तक उन पे जलाई न किसी ने क़ँदील
ये चमनज़ार ये जमुना का किनारा, ये महल
ये मुनक़्कश दर-ओ-दीवार, ये महराब ये ताक़
इक शहँशाह ने दौलत का सहारा ले कर
हम ग़रीबों की मुहब्बत का उड़ाया है मज़ाक़
मेरी महबूब ! कहीं और मिला कर मुझसे
- साहिर लुधियानवी
Taj Mahal
The Taj, mayhap, to you may seem, a mark of love supreme
You may hold this beauteous vale in great esteem;
Yet, my love, meet me hence at some other place!
How odd for the poor folk to frequent royal resorts;
‘Tis strange that the amorous souls should tread the regal paths
Trodden once by mighty kings and their proud consorts.
Behind the facade of love my dear, you had better seen,
The marks of imperial might that herein lie screen’d
You who take delight in tombs of kings deceased,
Should have seen the hutments dark where you and I did wean.
Countless men in this world must have loved and gone,
Who would say their loves weren’t truthful or strong?
But in the name of their loves, no memorial is raised
For they too, like you and me, belonged to the common throng.
These structures and sepulchres, these ramparts and forts,
These relics of the mighty dead are, in fact, no more
Than the cancerous tumours on the face of earth,
Fattened on our ancestor’s very blood and bones.
They too must have loved, my love, whose hands had made,
This marble monument, nicely chiselled and shaped
But their dear ones lived and died, unhonoured, unknown,
None burnt even a taper on their lowly graves.
This bank of Jamuna, this edifice, these groves and lawns,
These carved walls and doors, arches and alcoves,
An emperor on the strength of wealth, Has played with us a cruel joke.
Meet me hence, my love, at some other place.
Translator : K.C. Kanda
તાજમહેલ વિશે શકીલ બદાયુની લખે છે :
‘इक शहंशाह ने बनवा के हसीं ताजमहल
सारी दुनिया को मोहब्बत की निशानी दी है’ અને તેના ઉત્તરમાં સાહિર લુધિયાનવી કહે છે :
इक शहँशाह ने दौलत का सहारा ले कर
हम ग़रीबों की मुहब्बत का उड़ाया है मज़ाक़
આ મશહૂર નઝમ, જેનો સમાવેશ હિન્દી ચલચિત્ર સુનિલદત્ત, મીનાકુમારી અભિનીત ‘ગઝલ’ માં પણ કરવામાં આવેલો. તેનો ગુજરાતી અનુવાદ રઈશભાઈની કલમે… તો સાહિર લુધિયાનવી ની એક સરસ સાઈટ પરથી તેનો અંગ્રેજી અનુવાદ કે.સી.કાન્ડાની કલમે…….. !!
.
the attachments to this post:


વાહ … એક તો વાત તાજમહલની અને એ પણ ૩ ભાષાઓમાં … અને વળી સાહિર લુધિયાનવી અને રઈશ મનીઆર ની કલમે …
રઇશકુમાર-ભાવાનુવાદ સારોછે પરંતુ ઉર્દુ જેવી ખુમારી નથી આવી.બાકી તાજ મહાલ માટે તમારી કલમે ગઝલ આપો તો જરૂર જામે-આથી પણ વધુ.
તાજમહાલના સુંદર ચિત્ર સાથે સાહિર લુધિયાનવીની પ્રખ્યાત ઉર્દુ નઝમનો ગુજરાતી અને અંગ્રેજી ભાવાનુવાદ પ્રગટ કરવા બદલ પીંકીબેનનો આભાર અને અભિનંદન પણ!
સુધીર પટેલ.
very beautiful poem..
મને હમેશા એ લાગ્યું છે.તાજ ગરિબોની મહોબતની મજાક ઉડાવે છે.
સપના
સરસ ત્રિવેણીસંગમ…
સારો પ્રયાસ. આભાર.
“chhip no chehro gajal” book ma aano ullekh thayo chhe
તાજમહેલને જોતાં યાદ આવ્યું …
તાજનું શિલ્પકાવ્ય નીરખીને હર્ષના અશ્રુઓ સૌ લુછે છે,
દાદ દે છે સૌ શાહજહાંને પણ એના શિલ્પીને કોણ પૂછે છે
અને
ચમકતો અને દમકતો શાહજહાંને મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
મહોબ્બત કાજ કેદી છે જ્યાં પ્રેમ જમાનાથી
મને એ ખુબસુરત પથ્થરોની જેલ જોવા દે.
sahir kehte hai kabhi kabhi mere dil mai khayal aata hai ki milti hai jindigi me mahobbat kabhi kabhi.in short sahir ko kabhi alfaz si jayda lagav tha
dil pati safa kar liya us pe sahir sahir likh diya,sahir se wafa or sahir se hi khafa