શનિવાર : કિરણકુમાર ચૌહાણ

 

1

 

દર સોમવારે વહેલી સવારે

હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે

પપ્પા મને લાં…બી પપ્પી કરીને

નોકરીએ નીકળી જાય છે

તે છે…ક

શનિવારે પાછા આવે.

હું પપ્પા કરતાંય વધારે

શનિવારની રાહ જોઉં છું

કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે

પણ શનિવાર તો

મારા પપ્પાને લઈ આવે છે !

- કિરણકુમાર ચૌહાણ

 

ગઈકાલે ૨૧મી જૂન ‘ ફાધર્સ ડે’ હતો અને  હવે તો ભારતમાં પણ, વિદેશમાં જેમ સામાન્ય થઈ ગયું છે એમ જ, માત્ર રવિવારે જ સહકુટુંબ મળવાનું થાય છે. આમ તો,  બાળકને મનાવવા માટે એક કૅડબરી, રમકડાં કે કોઈ પણ ગિફ્ટ કાફી ……..  પણ બાળકનાં ભવિષ્ય માટે કે કૅરિયરનાં નામે સોમથી શનિ કામ કરતાં પપ્પાઓને ( કે મમ્મીઓને પણ ! )  યાદ નથી રહેતું કે બાળકને સૌથી વધારે તો પપ્પા ( કે મમ્મી ) જ વધુ ગમે છે.  અને પછી જ્યારે ફાધર વૃદ્ધ અને બાળક કૅરિયરમાં busy થઈ જાય ત્યારે ….. એ જ બાળક માટે આપણે ફરિયાદ કરીએ કે પૂરતો ટાઈમ નથી ઘરડાંઓ માટે …. ?!!  

માત્ર પૈસાની હોડમાં કે કૅરિયરની દોડમાં આપણે આપણું બાળક તો નથી ગુમાવતાંને ? હા જરુર પૂરતાં પૈસા કમાવવા મજબૂરીથી દૂર રહેવું પડે તો અલગ વસ્તુ……. બાકી તો ?!!

 

 

.


the attachments to this post:

1
1


7 Comments to “શનિવાર : કિરણકુમાર ચૌહાણ”

  1. bhavesh jani says:

    very good!! keep it up the track!!!!

  2. Harnish Jani says:

    પિંકીજી- બાળક માટે પિતાને સમય નથી-અને વ્રુધ્ધ પિતા માટે જુવાનને ટાઇમ નથી-એને અનુલક્ષીને અમેરિકામાઁ સિત્તેરના દાયકામાં એક સુંદર ગીત હતુઁ-જેમાં પિતા કહે છે કે તું મારા જેવો બનજે ઓ સન.અત્યારે મને સમય નથી. જ્યારે એના ઘડપણમાં દિકરો બાપને કહે છે કે “ડેડ હમણાં મને સમય નથી.ત્યારે બાપ કહે છે કે “ખરે ખર તું મોટો થૈને મારા જેવો જ થયો .ઓ, સન.”

    સુંદર કાવ્ય પસંદ કર્યું અભિનંદન.

  3. sapana says:

    સરસ !!! જેના પપ્પા ન હોય તે?

    વાંચો મારા બ્લોગમાં પપ્પાને મળવાં

    સપના

  4. સુંદર હૃદય હચમચાવે એવી રચના…

  5. સંવેદનશીલ રજૂઆત.

  6. પ્રવિણ કે.શ્રીમાળી says:

    ખુબ જ સરસ !
    ખરેખર મારા દિલને હચમચાવી મુકયું. સંવેદનશીલ અભિવ્યકિત.
    કિરણજી અને તમને અભિનંદન !!

    -પ્રવિણ કે.શ્રીમાળી
    http://kalamprasadi.gujaratiblogs.com
    http://yuvarojagar.gujaratiblogs.com

  7. જગત says:

    હૃદયસ્પર્શી રચના !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME