ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ

 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

- તુષાર શુક્લ

 

બે-ત્રણ દિવસથી વાદળાં અવનવાં રંગોથી આકાશને રંગી અદ્.ભૂત દ્ર્શ્યો સર્જીને અમદાવાદને વરસાદ માટે લલચાવી રહ્યાં છે , તો આંખોને પણ ચાતક નજરે પહેલા વરસાદનું સમણું જોવા મજબૂર કરે છે. અને ત્યારે તુષારભાઈનું આ ગીત જ યાદ આવેને …. ?!! વરસાદી વાર્તાઓ વાંચીને મન ન ભીજાય તો લીલુંછમ ચોમાસું ન આવે ત્યાં સુધી આ ગીત આરતી મુન્શી અને પરાગી પરમાર નાં સ્વરમાં સાંભળીને મન મનાવીએ … ?!!

 

 

.


4 Comments to “ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ”

  1. મારું ખુબ જ પ્રિય ગીત … !! :)

  2. લયસ્તરો પર આ ગીત મૂક્યું હતું ત્યારે લખ્યું હતું:

    “હસ્તાક્ષર”ના સમગ્ર સંપુટમાં કદાચ સૌથી વધુ સુંદર રીતે સ્વરાંકિત થયેલી આ રચના છે… જેટલી વાર સાંભળો એટલી વાર વરસાદમાં ભીંજાવું અને વિરહની કોરપ એકસાથે અડતી હોય એવું લાગે… ગાયિકાના ગળામાં કોઈ રણતરસ્યું ચાતક આવી બેઠું હોય એવી તડપ છે જાણે !

    - આજે પણ આ અનુભૂતિ બદલાઈ નથી…

  3. લજ્જા says:

    ખુબ સરસ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME