સક્ષમ નથી : સુનિલ શાહ

( શ્રી શકીલ કાદરીનાં હસ્તે ઈનામ સ્વીકારતાં )
હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,
પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.
શ્વાસ પાંખોમાં દબાવી ડાળ પર ઝૂલે વિહંગ,
એય જાણે છે, અહીં રહેવાનું તો કાયમ નથી.
મારા નાજુક સ્પર્શથી વિહ્વળ પ્રિયે તું ના થતી,
હું તને તરછોડું, એવી વાતમાં કૈં દમ નથી.
સ્વપ્નની સાથે બનાવી રાખવા દૂરી અમે,
પાંપણો રાખી છે ખુલ્લી, એનો કોઈ ગમ નથી.
માત્ર વિસ્તરવું કશાયે કામનું હોતું નથી,
રણ, તું પગલાં સાચવી શકવા હજી સક્ષમ નથી.
- સુનિલ શાહ
બેંગાલ સ્પોર્ટીંગ યંગ આર્ટસ ક્લબ, સુરત દ્વારા આયોજિત ૨૫મી ગુજરાતી ગઝલ સ્પર્ધામાં ‘ઈન્ટરનેટ કવિ’ સુનિલભાઈ શાહની આ રચનાને ‘શહીદેગઝલ’નાં સંપાદક શ્રી શકીલ કાદરીનાં હસ્તે તૃત્તીય ઈનામ પ્રાપ્ત થયું. નેટજગત પર જ તેમણે તેમની ‘કવિતાનો ક’ ઘૂંટવાનું શરૂ કરેલું અને આથી નેટજગતનાં નવોદિતો માટે તો આ ખૂબ જ પ્રેરક વાત છે. તેમનાં જ શબ્દો નવોદિતોને માટે,
હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,
પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.
.
the attachments to this post:


“Khare khar, Gazal Kabil-e-tarif chhe.”
દિવસભર આંખો રહે છે ખુલ્લી કોઈ પણ આયાસ ના.
રાત પડતાં થઈ જાય છે બંધ કોઈ પણ આયાસ ના.
જે બન્યું હોય છે જે કામ માટે એ કામ એને કરવા દો.
જો દિવસે સૂઈ જાવ તો રાતભર પડખાં ઘસતાં રહો.
very good!!!
અભિનંદન
મત્લા
હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,
પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.
કાબીલે દાદ
ગઝલ
વાહ્
સુનિલભાઈને હાર્દિક અભિનંદન!
મત્લા અને મક્તાના શે’ર કાબિલેદાદ છે.
સુધીર પટેલ.
અભિનંદન સુનિલ!
ખરેખર સક્ષમ ગઝલ.
હાર્દિક અભિનંદન, સુનિલભાઈ! સુંદર ગઝલ.
સુનિલભાઈ,
અભિનંદન!!ઘણી સરસ ગઝલ!!ખરેખર ઈનામને લાયક!!
મને ગમી તે પંકતિ,
મારા નાજુક સ્પર્શથી વિહ્વળ પ્રિયે તું ના થતી,
હું તને તરછોડું, એવી વાતમાં કૈં દમ નથી.
સપના
સુન્દર ગઝલ, કવિ ને અભિનન્દન્
પહેલો અને આખરી શેર ઉત્તમ કક્ષાના થયા છે…
ખરેખર ઈનામને લાયક સુન્દર ગઝલ છે.
ખુબ ખુબ અભીનંદન…
કોણ કહે કે સુનિલ શાહ સક્ષમ નથી?
આ ગઝલ વાંચો , એ કોઇથી કમ નથી!
ખૂબ સરસ , સુનિલભાઈ!
વારંવાર આપની ક્ષમતાનો આ રીતે પરચો કરાવતા રહો.
નયન દેસાઈની એક ગઝલ યાદ આવી ગઈ- ‘નયન દેસાઈ એસ એસ સી…‘
મુશાયરામાં મુ.ભગવતીભાઈએ ત્વરિત કોમેન્ટ કરી હતી કે તમે એસએસસી નહિ પણ એમએસસી છો!
સક્ષમ ગઝલ.