રાત ગઝલની : તુષાર શુક્લ

 

rain

(  વરસાદમાં …. વાત ગઝલની )

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.

તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

- તુષાર શુક્લ

 

તુષારભાઈ એટલે ગીતોનો ગુંજારવ પણ આજે તેમનાં જન્મદિને માણીશું તેમની એક ગઝલ ….  અને તે પણ ગઝલ વિષે.  આથી સરસ હોય શું રજૂઆત ગઝલની ?!!  તુષારભાઈને જન્મદિને  ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…. !!

 

 


the attachments to this post:

rain
rain


8 Comments to “રાત ગઝલની : તુષાર શુક્લ”

  1. સુંદર ગઝલ… ગઝલ વાંચતા જ આદિલ મન્સૂરી યાદ આવી ગયા… !!

    વર્ષગાંઠ મુબારક હો, તુષારભાઈ…

  2. જન્મદિનની વધાઈ તુષારભાઈને. એમના ગીતો જેવી જ મુલાયમ ગઝલ.

  3. sapana says:

    તુષારભાઈ,
    જન્મદિવસ મુબારક!!
    સરસ રોમાંચક ગઝલ!!
    સપના

  4. sudhir patel says:

    સુંદર ગઝલ!
    કવિ શ્રી તુષાર શુકલને જન્મ-દિવસના ફરી ફરી અભિનંદન!
    સુધીર પટેલ.

  5. sunil shah says:

    જન્મદિન મુબારક..
    ગઝલ વિશેની મઝાની ગઝલ.

  6. chetu says:

    જન્મ દિન ની હાર્દિક શુભ કામનાઓ

  7. જન્મદિવસની શુભેચ્છાઓ.

    વરસાદ વિશની વાત વરસાદી શબ્દોમાં….

    “ઝરમર ઝરમર વરસાદ વરસે
    વરસે મેઘનો નેહ
    ફરફર ફરફર ફોરા વરસે
    જાણે પ્રકૃતિનો સ્નેહ !!”

  8. Tushar Ambaliya says:

    Happy _Birthday tushar

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME