ગઝલ : પ્રીતમ લખલાણી

 

પેન્સિલ છે કે છે સમય,
જેમ છોલું છું એમ બટકે છે.

શબ્દ બાળક સમા મને લાગ્યા,
જેમ પંપાળું એમ ફટકે છે.

શેરીથી ફળિયા સુધી આવ્યા,
ઉંબરે પગ આ કેમ અટકે છે.

હું તો આવી ગયો તમારા ઘરે,
શેરીમાં પગલાં હજી ભટકે છે.

‘પ્રીતમ’ની આંખ મળે એ પહેલાં,
આ કોણ અડધી રાતે છટકે છે.

- પ્રીતમ લખલાણી

પ્રીતમભાઈની સરળ અને સહજ બાનીમાં એક સરસ ગઝલ… પેન્સિલની જેમ બટકી જતો સમય – જરુર બાળપણની યાદ અપાવશે,  તો સમયની મહત્તા પણ …..!!

 

 

.


6 Comments to “ગઝલ : પ્રીતમ લખલાણી”

  1. AU says:

    matla vagar ni gazal na hoy. vichaaro saaraa chhe pan ghazal ni banati nathi. achhandas jevaa kalapano ghazal maa jaamataa nathi

  2. ગઝલમાં મત્લો નથી અને છંદ પણ ખૂબ શિથિલ છે… “પેંસિલ છે કે સમય”-નો વિરોધાભાસ બીજી કડીમાં સમાનાર્થી કેમ બની ગયો? બાળકને પંપાળીએ એટલે ફટકે? અને શબ્દ પણ ?

  3. sapana says:

    સરસ ગઝલ.

    સપના

  4. સુંદર ગઝલ

    “શેરીથી ફળિયા સુધી આવ્યા,
    ઉંબરે પગ આ કેમ અટકે છે.”

  5. preetam lakhlani says:

    પ્રિય મિત્રો, અનામિ અટલે મુત્યુને ભેટેલ માણસ કે જેને નામ નથી હોતુ,જેને લાશ કહેવામા આવે છે. આવી લાશ સાથે માથા જિક શુ કરવાની, કોઇ નામ વારી નારી કે નરે લખ્યુ હોત તો જવાબ આપત પણ લખનાર બનેમાથી કોઈ નથી પણ કાયર છે…આ ગઝલ ૩૦ વરસ્ પહેલા મે લખેલ્ અને ૧૦ જગ્યા એ પ્રગટ થયેલ છે..

  6. Hemal Vaishnav says:

    I don’t know about “ANAMI” or “AU”.I don’t have great knowledge of “CHHANDA” either.But thought wise,I really liked this one.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME