ગઝલ : પ્રીતમ લખલાણી
પેન્સિલ છે કે છે સમય,
જેમ છોલું છું એમ બટકે છે.
શબ્દ બાળક સમા મને લાગ્યા,
જેમ પંપાળું એમ ફટકે છે.
શેરીથી ફળિયા સુધી આવ્યા,
ઉંબરે પગ આ કેમ અટકે છે.
હું તો આવી ગયો તમારા ઘરે,
શેરીમાં પગલાં હજી ભટકે છે.
‘પ્રીતમ’ની આંખ મળે એ પહેલાં,
આ કોણ અડધી રાતે છટકે છે.
- પ્રીતમ લખલાણી
પ્રીતમભાઈની સરળ અને સહજ બાનીમાં એક સરસ ગઝલ… પેન્સિલની જેમ બટકી જતો સમય – જરુર બાળપણની યાદ અપાવશે, તો સમયની મહત્તા પણ …..!!
.

matla vagar ni gazal na hoy. vichaaro saaraa chhe pan ghazal ni banati nathi. achhandas jevaa kalapano ghazal maa jaamataa nathi
ગઝલમાં મત્લો નથી અને છંદ પણ ખૂબ શિથિલ છે… “પેંસિલ છે કે સમય”-નો વિરોધાભાસ બીજી કડીમાં સમાનાર્થી કેમ બની ગયો? બાળકને પંપાળીએ એટલે ફટકે? અને શબ્દ પણ ?
સરસ ગઝલ.
સપના
સુંદર ગઝલ
“શેરીથી ફળિયા સુધી આવ્યા,
ઉંબરે પગ આ કેમ અટકે છે.”
પ્રિય મિત્રો, અનામિ અટલે મુત્યુને ભેટેલ માણસ કે જેને નામ નથી હોતુ,જેને લાશ કહેવામા આવે છે. આવી લાશ સાથે માથા જિક શુ કરવાની, કોઇ નામ વારી નારી કે નરે લખ્યુ હોત તો જવાબ આપત પણ લખનાર બનેમાથી કોઈ નથી પણ કાયર છે…આ ગઝલ ૩૦ વરસ્ પહેલા મે લખેલ્ અને ૧૦ જગ્યા એ પ્રગટ થયેલ છે..
I don’t know about “ANAMI” or “AU”.I don’t have great knowledge of “CHHANDA” either.But thought wise,I really liked this one.