સાર શું ? : હર્ષ બ્રહ્મભટ્ટ
આર શું ને પાર શું ?
જિંદગીનો સાર શું ?
શૂન્ય છે જ્યાં લાગણી,
લોહીનો આધાર શું ?
કૃષ્ણ અવતરવા મથે,
કિન્તુ લે અવતાર શું ?
સંધિ વિણ આરો નથી,
ત્યાં વળી તકરાર શું ?
ભાર જેવી જિંદગી,
શ્વાસનો ત્યાં ભાર શું ?
હોય પગમાં બેડીઓ,
રાખવી તલવાર શું ?
ન્યૂઝ મૅકર હું જ છું,
મારે વળી અખબાર શું ?
જો ઉપર બ્રહ્માંડમાં,
તેજ શું, અંધાર શું ?
જોડતો ને તોડતો,
એવો સર્જનહાર શું ?
છળકપટનું આ જગત,
પ્રેમ શું ને પ્યાર શું ?
- હર્ષ બ્રહ્મભટ્ટ
‘ એકલતાની ભીડ ‘ માં રહી ‘ અંદરની દીવાદાંડી ‘ ને પ્રજ્વલિત કરતાં કરતાં હર્ષ અંકલ ‘ મૌનની મહેફિલ ‘ સજાવે છે અને ત્યારે વૅબમહેફિલ પણ તેમના મૌનની મહેફિલમાં શરીક થઈ તેમની ગઝલનો જાદુ તમારી સાથે વહેંચવાનો મોકો કેમ ચૂકે ?!!
જિંદગીના સારને પામવાની મથામણમાં, જિંદગી પોતે જ એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જતી હોય છે. જગતમાં લાગણીઓ શૂન્ય બની છળકપટ આચરતી હોય ત્યારે લોહીનો આધાર શું ? – એવાં વેધક પ્રશ્નનો પ્રત્યુત્તર ‘તકરાર’ વિનાની ( જાત સાથે પણ નહીં ) સંધિમાં કવિ આપે છે. જો કે પગમાં બેડીઓ ને હાથમાં તલવાર જેવી વાત …. પણ તો પણ જિંદગીના ભાર કરતાં શ્વાસનો ભાર ઓછો જ રહેવાનો….. !!
.

શુન્ય છે જ્યાં લાગણી,
લોહી નો આધાર શું?
બ્રહ્મ્ભટ્ટ સાહેબે સુંદર વાત કહી છે મૌન ની મહેફીલ માં!!!
સરસ ગઝલ!! લાવવા માટે આભાર પિંકી.
સપના
ટૂંકી બહરમાં કવિએ બહુ જ મથામણ કરવી પડતી હોય છે!
પણ અહીં કવિશ્રીનું કવિકર્મ ઊડીને આંખે વળગે એવું સચોટ રહ્યું છે.
અભિનંદન સર!
ટૂંકી બહરની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી ટૂંકી બહેરની આવી ગઝલ જવલ્લે જ જોવા મળે છે…
સુંદર ગઝલ…
સુંદર ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે… મજા આવી…
very nice Harsh:
આરપાર સાર,
આધારની તકરાર;
બેડીના અન્ધારે,
શોધતો પ્યાર તુ.
ટૂંકી બહેરમાં કાબિલેદાદ કામ.