તારો મોબાઈલ નથી રેન્જમાં : ગૌરાંગ ઠાકર

( સૂરજને ….. રાજી કરવામાં ભૂલી ગયો ? )
કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને, દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો, આજ તારો મોબાઈલ નથી રેન્જમાં.
આઠ આઠ માસે પણ પૂરી ન થાય, તારી નોકરીમાં કેવી છે પાળી,
સૂરજને ચંદાને રાજી કરવામાં, આજ ભૂલી ગયો તું ઘરવાળી.
કી પેઈડ દડબડતા આંસુડા દાબે, એને જાતા ન આવડે મેસેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …
લાગણીનું પ્રીપેઈડ ખાલી કરીને, હવે મિસકોલ કરતી મીસીસ છે,
ફુરસદમાં સહેજ હવે વરસીને વાંચ, એની આંખોમાં ચાર પાંચ થીસીસ છે,
બેટરીની જેમ એનું બી.પી. થાય લો, તારો આવે મોબાઈલ એન્ગેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …
- ગૌરાંગ ઠાકર
જુલાઈ મહિનો શરુ થઈ ગયો, પણ હજુયે અમદાવાદમાં વરસાદને ફોન લાગ્યો નથી, અને ત્યારે આકળ-વિકળ આંખ-કાનને આ ગીત જરુર રાહત આપી ગયું. આશા રાખીએ કે, આ મેસેજ તો એ કા..ળિયા મેઘને મળે. મેઘ અને ધરાની પ્રીતને શ્રુંગાર રસમાં માણીએ છીએ, પણ – પરણ્યા પછી બધેય એવું … !! મીસીસની થીસીસ વાંચવાનો ટાઈમ આમ પણ કોને હોય, તો એને મળે ? પણ હવે, પ્રીપેઈડ લાગણીઓને સમજે તો સારું . વઢકણી સાસુની જેમ કવિએ કાળિયા મેઘને ખખડાવ્યો છે ( દીકરીના બાપ ખરાંને ! ) આશા રાખીએ કે હવે તો ફોન એન્ગેજ ના આવે. ગૌરાંગભાઈ કહે છે એમ, Let’s dial to Rain ……
.
the attachments to this post:


મજાનું ગીત…
કવિ કેવો નાનો બાળક થઈ જાય છે અને કેવી ગંભીર વાતો હસતા હસતા કહી જાય છે?
જોજો આ બધી વાતો હસવામાં કાઢી ના નાખતા.રચના વાંચીને ગંભીર થઈ જાજો અને મોબાઈલને બરોબર રેંજમાં રાખજો.
સુંદર અને આજની પરીસ્થીતિમાં પ્રસ્તુત ગીત…!
good…. ખુબ સરસ મજાનુ ગીત છે.
ખુબ સરસ પિન્કીબેન,,,હવે તો લાગે છે કે ચોમાસુ ના બદલે ચોવર્સુ કહેવાનો વારો આવશે..મે તો મારી રચનામાં છોમાસું જ કહ્યું હતું પણ જે રીતે પર્યાવરણ બદ્લાય છે એ જોતા ચાર ચાર વર્શે એક વાર જ વારો રાખશે વરસવા માટે.મારી રચના પણ આને અનુલક્ષીને જ લખી છે .છોમાસું- ચોમાસું…જોકે એમાં આપણૉ પોતાનો જ વાંક છે.આપણે જ બેફામ રીતે પર્યાવરણની ઘોર ખોદી છે.કેટ કેટ્લાં પોલ્યુશન….!!!!
સ્નેહા-અક્ષિતારક
હળવા ટોનવાળું ગંભીર ગીત.. લય પણ ધ્યાનાર્હ…
સરસ ગીત!!મોબાઈલ પણ ગીતમાં વણાઈ ગયો.
વાંચો મારું અછાંદસ!! મોબાઈલ!!
સપના
આધુનિક શબ્દોને લયમાં વણી લેતું સુંદર મજાનું વર્ષા-સંદેશનું ગીત!
સુધીર પટેલ.
gaurangbhai tame aajni savar raliamani banaavi didhi
વાહ્,નોખો-અનોખો પ્રયત્ન.અભિનંદન.
વાહ્ ભાઈ, આજૅ GAURANG છે રેન્જમા.
નવા જમાનાના પ્રતીકો દ્વારા કવિએ સ્ત્રી-સ્વભાવ (વિરહ ઈર્ષ્યા ને રોષની જુગજૂની જુગલબંધી)ને રોચક આધુનિક પરિવેષ આપ્યો છે.
ખુબ સુંદર
અરે વાહ ખૂબ સુન્દ અભિનન્દન
ગૌરાંગ ભાઇ,
હવે તો voice sms હવે ફક્ત ૦.૭૫પૈસા માં
થાય છે.
‘ગુસ્તાખી માફ’
“માનવ”