ચોમાસું : મનોજ ખંડેરિયા
ખાઈ વાદળની ઠેસ ચોમાસું,
લ્યો કરે શ્રીગણેશ ચોમાસું.
આપણે નિત ભીનાભીના લથપથ,
આપણો પ્હેરવેશ ચોમાસું.
બાથમાં લઈ લે જઈને ખેતર તું,
બેઠું છે તારે દેશ ચોમાસું.
જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ,
હું કરું કોને પેશ ચોમાસું.
ખોલીને મેઘ-દૂત વાંચ્યા કર,
હાથવગું છે હંમેશ ચોમાસું.
લ્યો ગયાં વીજ-વાયુ-છાલક સહુ,
રહી ગયું આંખે શેષ ચોમાસું.
મન મૂકીને ગઝલમાં વરસ્યો છું,
ક્યાં દીધું ઓછું લેશ ચોમાસું.
- મનોજ ખંડેરિયા
વાદળની ઠેસ ખાઈ, ચોમાસુનાં શ્રીગણેશ થઈ ગયાં છે, ત્યારે જાતને છત્રીથી ના ઢાંકો. આકાશનાં નેવાં મન મૂકીને ના વરસે, તો મનોજભાઈ તો મન મૂકીને ગઝલમાં વરસ્યાં છે જો જો કોરાં ના રહી જતાં…. !! કારણ, અંકિત ત્રિવેદી કહે છે એમ, ” લે હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે. ” અને જો એ ‘ ખાસ ‘ આજે નહીં ભીંજાય તો માંડ માંડ ‘બેમાસું’ ફરી આવશે ત્યાં સુધી કોરાંકટ્ટાક રહેવું પડશે.
.

લ્યો ગયા વીજ-વાયુ-છાલક સહુ,
રહી ગયું આંખે શેષ ચોમાસુ…
ultimate
વધુ એક વરસાદની બૌછાર વાહ. તે પણ સિધ્ધહસ્ત કવિનું ચોમાસું લૈ.પ્રીતિબેન તમે ગઇ કાલની નિતિનભાઇની ગઝલમાં તાદ્શ વરસાદ ચિત્રમાં હાજર કરી દીધો.આફ્રિન…આફ્રિન.
ચોમાસુ પેશ કરતી સરસ ગઝલ!
સુધીર પટેલ.
વરસાદી કવિતાઓ જામી રહી છે… તરબતર કરે એવી સુંદર ગઝલ…
‘જો જો કોરાં ના રહી જતાં’..
આપણે ત્યાં ભીંજાવાની જે મજા છે તે જુદી જ છે, એ લાગણી જ અલગ છે. સ્મરણોમાં અને આવી રચનાઓમાં યાદ તાજી થાય છે. જય
સરસ! ભીની ભીની ગઝલ!
સપના
ચોમાસાની સુંદર કવિતા..સરસ ખુબ સરસ
સરસ મઝાની ભીનીભીની ગઝલ..
ઘણી સરસ કાવ્યકૃતિ
Aha!