કૈંક લીલુંચટ્ટાક : રમેશ પારેખ

 

green

 ( કૈંક લીલુંચટ્ટાક  )

સુક્કો દુકાળ તારા દેશમાં છતાંય – અરે, સુક્કો દુકાળ મારા દેશમાં છતાંય,
કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં, કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં.

કોઈને તો ઠીક, અહીં જંગલને યાદ નથી, પોતાનાં પાંદડાની વાત,
એવા દિવસોમાં જાય પાંગરતી આપણને દોમદોમ લીલી ઠકરાત,
એ તો છલકાય બની મોગરાની મ્હેક, બની વૈયાંની ગ્હેક, બની હરણાંની ઠેક;
એને રમતી મૂકાય- કાંઈ બાંધી રખાય નહીં, તોરણની જેમ બારસાખમાંo
કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં, કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં.

ઉઘાડેછોગ વહે લીલુંછમ પૂર: એને ભોગળ નહીં કાંગરા કે દોઢી,
જંગલને જોઈ જોઈ લીલુંકુંજાર કરી દેવાનું આળ લઈ ઓઢી,
તોડીએ તડાક્ દઈ સુક્કો દુકાળ, પછી આપણી વચાળ, નહીં તારી પરસાળ, નહીં મારી પરસાળ;
પછી વાતું મેદાન: પછી લીલોકુંજાર, તપે સૂરજ આ ધુમ્મસતી ઝાંખમાંo
કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં, કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં.

- રમેશ પારેખ

 

વરસાદ તો વરસીને રહી ગયો પણ આંખમાં કૈંક લીલુંચટ્ટાક ઊગી ગયું તેને કેમ કરી રોકવું  ?!!  આ લીલુંછમ પૂર -  બની મોગરાની મ્હેક, બની વૈયાંની ગ્હેક, બની હરણાંની ઠેક બસ છલકાયાં જ કરે છે. આ  લીલી ઠકરાતને  લીલાં તોરણની જેમ બારસાખમાં લટકાવી દેવાય, ના…. તેને તો પાંગરવા જ દેવાય… !!

શબ્દાર્થ :   દોઢી – દ્વારપાળની ચોકી ( watchman’s room )

 

.


the attachments to this post:

green
green

lilu-medan
lilu-medan


4 Comments to “કૈંક લીલુંચટ્ટાક : રમેશ પારેખ”

  1. ર.પા. ને લયનો કામાતુર રાજવી કેમ કહે છે તે આ ગીત ગણગણો તો ખબર પડે… કેવું અરુઢ ગીત અને કેવો પાક્કો લય !!!

    આભાર, પિન્કીબેન!

  2. sudhir patel says:

    રમેશ પારેખના બન્ને ગીતો ખૂબ જ સુદર! ફરી ફરી માણવાની મજા આવી. આભાર!
    સુધીર પટેલ.

  3. અદભુત ગીત ….આ ગીતનો લય અને કલ્પનની કવિની તો વાત જ જુદી છે.ખુબ ગમતુ ગીત્.

  4. Prarthana Jha says:

    બળબળ્ તો તાપ અને લીલુ ચટ્ટાક….બધુ જ લીલુ કરી શકે એવી અસરકરક રચના……..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME