તડકાછાંયા ભીંજવી ગયું : રમેશ પારેખ
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
ઊંબરે વાછટ આવતાં રેલો થઈને ચાલી રજ, ને નેવાં ક્યાંય સુધી કલબલતાં રહ્યાં,
નળિયામાંથી જળની સાથે આભચૂયું તે, ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યાં,
તડકાથી તરબોળ ભીનીછમ વાસની પવનપાતળી જાજમ ફળિયે મારે પાથરી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
વરસી મારી આંખમાં એની સોનહિમાળુ ઝાંય, ને સામે બળતાં ખાલી ખેતરાં ઠર્યાં,
લીંબડો સૂકો ખખડે તોયે, ઘરને મોભે આટલાં બધાં કેમ લીલાંછમ પાંદડાં ખર્યાં,
આંખ મળીને ઊઘડી ત્યાં તો, વાદળાંમાં ઘનઘોર ગ્હેકીને વન આખુંયે વરસી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
- રમેશ પારેખ
વરસાદી ગીતો ઝરમર ઝરમર વરસતાં હોય ત્યારે ર.પા.નાં ગીતોની તો હેલી જ વરસે. બપોરે સ્હેજ આંખ મળીને, જાગીએ ત્યારે જો માવઠું વરસ્યું હોય ત્યારે આવી જ કંઈ અનુભૂતિમાં જરુર ભીંજાયા હશો. નળિયામાંથી પાણી ચૂવે ત્યારે વાડકા-તપેલી યાદ કરવાને બદલે તરતા સૂરજ ર.પા. સિવાય કોણ માણે ?!!
.
the attachments to this post:


તડકા અને છાંયાને ભીંજવવાની વાત ર.પા. જ કરી શકે… અદભુત ગીત… મજા આવી ગઈ… પ્રલંબ પણ અનવરુદ્ધ લય…
રમેશ પારેખનઁ આ સુંદર ગેએત મુકવા બદલ આભાર..પિન્કી