લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ

 

વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
ને ધરા વળ ખાય છે, લે લખ ગઝલ !

કો’ બપૈયો ગાય એના ગીતમાં,
કાળજું ચીરાય છે, લે લખ ગઝલ !

તું ભલે કોરો રહે, તરસ્યો રહે,
કો’ક તો ભીંજાય છે, લે લખ ગઝલ !

શબ્દ સૌ ચાલ્યા ગયા છોડી તને,
મૌન ગોરંભાય છે, લે લખ ગઝલ !

ઊડતા પંખીને વાગે તીર તો -
આભ ખુદ વીંધાય છે, લે લખ ગઝલ !

વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
શૂન્ય ગોરંભાય છે, લે લખ ગઝલ !

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

ઘેરાતાં વાદળોમાં ભીંજાતાં શબ્દોથી કેમેય રહેવાતું નથી અને કવિને ઈજન આપી જ દે છે, લે લખ ગઝલ……. !!  આમ તો, વરસાદ પર માત્ર પ્રેમીઓનો ઈજારો – પણ ના, શૂન્ય પણ ગોરંભાય છે અને પ્રકૃતિમાં કણ-કણ વ્યાપ્ત પરમ તત્ત્વમાં સમાવવા તત્પર બને છે.

 

 

.


6 Comments to “લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ”

  1. Markand Dave says:

    priy Harshbhai,
    “kok to bhinjay Che.” Abhinndan,Markand Dave.

  2. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. sapana says:

    સરસ

    સપના

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    લખવાને ગઝલ જરુરી છે કાગળ.
    વરસાદ છે;ભીંજાઈ ગયો કાગળ.
    ન લખાઈ તો ગર્જે છે આ વાદળ.
    કહેવાનું પૂરું થયું.શું કહું આગળ?

    વાંચીને ‘હર્ષ’ થયો આવી ગઝલ.
    લ્યો લખી ફર્શ પર મેં પણ ગઝલ.

  5. Punamchand says:

    enjoy gazal

  6. સુંદર મજાની ગઝલ…

    તું ભલે કોરો રહે, તરસ્યો રહે,
    કો’ક તો ભીંજાય છે, લે લખ ગઝલ !
    - આ શેર સવિશેષ ગમી ગયો !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME