હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું, હવે બારણું ઉઘાડો તો કેવું ?
ભીના અજવાળાને ઓરડામાં રાખીએ, તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે, -
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો- હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?
ધારો કે ફૂલ નામે ઊગે સરનામું, અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું, ને સૂકવેલી લાગણીઓ કોરી,
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં, હવે તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?
- ભાગ્યેશ જ્હા
હળવે-હળવે વરસતા વરસાદમાં ભીંજાઈને તરબો…ળ કેટલું થવાય ?!! એટલે જ ભાગ્યેશઅંકલ કહે છે, હવે ધોધમાર વરસો તો કેવું ? વાત વરસાદની હોય કે હરિકૃપાની, હેલીમાં જ હૈયું હરખાય અને પાંગરે .. !!
.

સુંદર રચના..
અદભુત, મજા આવે વરસાદ મા આ રચના સાંભળવાં મળે તો…….
very romantic…..congratulations to Bhagyesh Jha & Pinkiben too
Wah -Maza aavi gai-
Excellent
Liked the last lines. Does the mention of Sun symbolize penance to experience the divine?
સુંદર વરસાદી ગીત !
સુધીર પટેલ.
સુંદર લય અને માજાનું શાબ્દિક નક્શીકામ…
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો- હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
- કેવી સરસ વાત !
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં, હવે તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું
કેવું સરસ.
સપના