વરસાદ હોવો જોઇએ : દિલીપ જોશી
આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્વાર પર વરસાદ હોવો જોઇએ.
વક્ત હો હિલ્લોળતો, પંખી સમો નીડે – નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.
ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.
ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર ?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.
સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.
કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં,
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.
- દિલીપ જોશી
ચોમાસામાં- જે હવે તો બેમાસું જ થઈ ગયું છે તેમાં બારમાસી કોરપને કેમ ભીંજવવી ? કવિ પણ એવું જ કંઈક અનુભવે છે અને કહે છે, પાનખરથી પાનખર વરસાદ હોવો જોઈએ … પ્રવિણઅંકલ તો હડતાળ પાડવા પણ તૈયાર થઈ ગયાં. સાસુ, આંસુ અને ચોમાસું – ત્રણેય નો ભરોસો નહીં, હરખે તો ય વરસે અને …… ?!! પણ વૅબમહેફિલમાં તો ચોક્કસ ધોધમાર વરસાદ પડશે .. તો ક્યારેક બિન બાદલ પણ વરસાદનું ટાણું લઈ આવીશ. બસ, એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ … !!
.

સુંદર ગઝલ… માણવી ગમે એવી…
સાસુ, આંસુ અને ચોમાસુવાળી વાત ખૂબ ગમી… પેટ પકડીને હસવું પડ્યું…
દિલિપ જોશીની વરસાદી ગઝલ ’વરસાદ હોવો જોઈયે’ માં પલળવાની માજા આવી.
સરસ ગઝલ! વેબમેહ્ફીલમાં વરસાદ ધોધમાર વરસે છે!
સુધીર પટેલ.
સુદર ગઝલ——–
સરસ ગઝલ!
સપના
બહુ જ સરસ પસંદગી–વરસાદ પર અધધધ લખાયું છે તે તમારા બ્લોગ પરથી જાણ્યઁ
આ આંસુ,સાસુ અને ચોમાસુ વાળી વાત….ગઝલમાં ક્યાંક ગોઠવી દેવા જેવી નથી લાગતી ? પિંકી,મઝા અવી ગઇ !!
Enjoy this beautiful painting on Monsoon…
http://www.kamat.com/picturehouse/elements/monsoon/celebration_of_monsoons.htm
Detail from a Rajput miniature painting from Kamt’s potpourri on welcoming the Rainy Season
આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્વાર પર વરસાદ હોવો જોઇએ.
ખૂબ સરસ ગઝલ. આ સાથે બીજા પણ વરસાદી કાવ્યો આપની સાઈટ પર માણ્યા. ઉત્તમ સંગ્રહ.