વરસાદે દીધી તાલી : જતીન બારોટ

 

આખો વરસાદ તારા ભાગમાં આવ્યો,
ને મારા ભાગનું ખાબોચિયુંય ખાલી;
કે મને તારા વરસાદે દીધી તાલી.
 

ચોમાસુ પોંખવાને રાત અને દિ’, અમે આકરા તે કીધાં’તાં તપ,
તોય કમજાત તારા શહેરમાં પડ્યો, ને મારા ગામડાના એળે આ જપ.
ઓણસાલ ચોમાસુ આભમાં નહીં, ને મારી આંખોમાં બેઠું છે ફાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

 ફરતો કસુંબો છે મારા તે હેતનો, તારી તે પ્રીત કેરા ડાયરા,
ચૂંદડી ને ચોખાની આણ છે તને, ઝટ વહેલા ભરાવ મારા માયરા.
થોડી લીલોતરી બાગમાં હતી, એય મેલીને આજ મને ચાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

- જતીન બારોટ

 

લાગે છે જતીનભાઈ અમદાવાદમાં રહે છે, કારણ અમદાવાદીઓ આવું જ કંઇક અનુભવી રહેલાં પણ ગઈકાલે સાંજે વરસાદ થોડો વધુ વરસીને ધરા અને મનને તૃપ્ત કરી ગયો. કારણ પૈસા ખર્ચીને ‘રેઈન-બાથ’ કે ‘રેઈન-ડાન્સ’માં જઈએ – પણ આખુંયે આભ માથે ઝળુંબતું હોય તે વ્યાપકતા-વિશાળતા, તો માટીની ભીની ભીની મ્હેક, વળી, બપૈયા, મોર અને કોયલનાં ટહુકા – આ બધું પૈસા ખર્ચીનેય ……મળે ?!  અને કાલે તો અષાઢની વાછટ એવી વાગી કે – મને યાદ આવી ગયું  મસ્ત મજાનું ગીત… !!

 

 

.


6 Comments to “વરસાદે દીધી તાલી : જતીન બારોટ”

  1. vishwadeep says:

    સુંદર ગીત છે..અહી હ્યુસ્ટનમાં અમો તો વરસાદની કાગની ડાળે રાહ જોઇએ છીએ..અમવાદથી થોડો વરસાદ કવિ અહી મોકલે…..

  2. varasad na badhija rachana bahu saras che.

    please visit

    http://gujaratikavitaanegazal.wordpress.com

  3. વિશ્વદીપે મારા જ મનની વાત કહી દીધી.રોજ વરસાદના ગીતો ગાઇએ છીએ,આવ રે વરસાદ,ઢેબરિયો પરસાદ….પણ ….ખૈર..વેબમહેફિલના વરસાદની તો મઝા માણીએ.

  4. kirankumar chauhan says:

    ઓય હોય ! ક્યા બાત હૈ ! વરસાદે દીધી તાલી !

  5. Makarand Musale says:

    જતીનભાઈ…મોજ કરાવી.. “તારા વરસાદ” કા જવાબ નહીં..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME