વર્ષા : હર્ષદ ચંદારાણા
ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.
સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.
સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.
- હર્ષદ ચંદારાણા
સોનામ્હોર જેવો એક એક છાંટો, વરસી રહ્યો હોય ત્યારે મનને ગમે તે ગાઈ લેવાનું આ ટાણું ઉજવી લેવું જોઈએ. વાદળ નામના કવિએ લખેલ ગાણું એટલેકે, વર્ષાનું ઉખાણું ભીંજાયા વગર, કેમ ઉકેલશો ?!
.

કવિતા કુદરતને માનવીયતામાં પરોવે ત્યારે કેવી હર્ષદ
બને એનું ઉત્તમ ઉદાહરણ છે આ કવિતા.
બહુજ સરસ .
–Something really different for “VvVarsha”>>NICE!!
સોનામ્હોર જેવી ગઝલ.
છેલ્લો શેર બહુ ગૂઢ છે- સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
સાતસો છયાંસી:
When Muslim starts anything they say “Bismillahi Rahamani Raheem” meaning, in the name of Allah the Beneficient The Merciful. In Arabic there are some numbers associated with each alphabets. when we add all the numbers of “Bismillah….” we get 786. Some people instead of writing whole Bismillah…. just write 786 as shortcut. Most Muslim scholars are against writing 786.
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.
24/07/92 – may be a special remembrance of poet that can be associated with વર્ષા?
હર્ષદભાઈની સુંદર કલ્પનો સાથેની માણવી ગમે એવી વર્ષા ગઝલ!ફરી અહીં માણી.
સુધીર પટેલ.
ઉત્તમ કવિએ લખેલુ ગાણુ એ વર્ષા . ઉત્તમ રચના….
બધી કવિતાઓમાં વર્ષાએ સરસ દીધી તાલી….ભિંજાઇ ગયો.
સરસ મજાની ગઝલ…
786ની જાણકારી ગમી, પંચમભાઈ… લયસ્તરો પર આ ગઝલ મૂકી હતી ત્યારે ધવલે ફૂટનોટમાં લખ્યું હતું: “ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.”