લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી

( ડુંગરાઓ સ્નાન કરે જોઈને… નદીઓ પણ દોડી ગઈ )
લીલાછમ પાંદડાએ મલકાતા મલકાતા માંડી એક અચરજની વાત,
ધરતીને સીમમાં જોઈ એકલી, એને બાઝી પડ્યો રે વરસાદ.
પહેલા ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમા દીધી કઈ ફૂંક,
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂ..ક,
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ.
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઈને, નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે,
એવામાં આભ જરી નીચે ઝૂક્યું અને ધરતીને ચૂમી લીધી એક શ્વાસે,
ધરતી ને તરણાંઓ ફૂટશેના વાવડથી આભલામાં જાગ્યો ઉન્માદ.
- મૂકેશ જોશી
લીલાછમ પાંદડાએ માંડેલી વરસાદની લીલી પંચા..ત મૂકેશભાઈ જોશીની તરબતર કલમે… !! હવે કોયલની કૂ..ક સંભળાય તો સાનમાં સમજી જજો કે …. !! અને આવી જ મનગમતી રચનાઓ માણવાં તેમનાં બ્લૉગની મુલાકાત જરુર લેશો.
.
the attachments to this post:


મસ્ત મજાનું ગીત…
દર આઠ મહીને એનો એ વરસાદ ને એની એ ધરતી.
કવિઓ કરતા રહે કવિતા,જોઈ આપણી આંખો ઠરતી.
મુકેશ જોશી-દાદો કવિ છે.કયાં કયઁથી શોધી કઢે છે.
Expression and imagination are superb….
કલ્પન બહુ જ અદભુત્….. કવિ ને અભિનન્દન
સુંદર ગીત.
મજાનું ગીત.
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ …
વાહ, તરબોળ કરી દે તેવું મજાનું ગીત.