પ્રેમમાં કોઇએ પછાડ્યો છે : હરદ્વાર ગોસ્વામી

મૂળસૉતો મને ઉખાડ્યો છે,
ને પછી આભમાં ઉડાડ્યો છે.

શ્વાસ ફાગણ બનીને મહેકાતો,
રંગ કેવો તમે લગાડ્યો છે !

તે પછી ઊંઘ ના કદી આવી,
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે.

આવી ઊંચાઇ ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે.

કૃષ્ણ ભૂલી ગયા વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે.

પૂજશે સૌ ચરણકમળ, એથી,
પંગુને પર્વતેવ પૂગાડ્યો છે.

સાત સમંદર તરી ગયા પળમાં,
જાતમાં મેં મને ડૂબાડ્યો છે.

- હરદ્વાર ગોસ્વામી

કવિમિત્ર હરદ્વારને તેનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ….. !  વૅબમહેફિલમાં તેણે કરેલી મદદ માટે આભાર શબ્દ તો નાનો પડશે પણ તે છતાં આભાર સહ…….!! વરસાદી ઝાપટાંઓ પડતાં હોય અને જેમ ઉઘાડ નીકળે તેમ, ગઈકાલે હષૅદભાઈ અને આજે હરદ્વારનાં જન્મદિને તેમની ગઝલો માણી.   પણ  હવામાનખાતાએ આગાહી કરી છે કે, આવતીકાલે ધોધમાર વરસાદ વૅબમહેફિલમાં પડવાનો છે.  અમદાવાદમાં તો સતત બાર-તેર કલાક વરસાદ પડી જાય એમ જ… !  બાર-તેર કલાક…. જ !!  આટલાં ગીત-ગઝલો મૂક્યાં છતાં ભીંજાયા નહીં ?  કાલે તો જરુરથી ભીંજાઈ જ જશો.

.


4 Comments to “પ્રેમમાં કોઇએ પછાડ્યો છે : હરદ્વાર ગોસ્વામી”

  1. ભાગ્યેશ જહા says:

    કવિ તમને નહીં કોઇ ઉખેડે કે ઉડાડે, તમે તો અમારા મસ્ત મિત્ર છો. તમે તો જાતમાં ડૂબ્યા છો, હવે તમને કોઇ ન આંચ આવે. જન્મદિવસની શુભકામનાઓ.
    જહા પરિવાર

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    આવી સરસ કવિતા તમે લખી.
    ઊંઘતા કવિને તમે જગાડ્યો છે.
    કવિતાનુપૂર ખનખનાખન થશે.
    ઊંઘતા કવિને તમે જગાડ્યો છે.

  3. sudhir patel says:

    પ્રિય કવિ-મિત્ર હરદ્વાર ગોસ્વામીને જન્મ-દિવસની હાર્દિક શુભકામનાઓ અને પ્રેમના આભમાં ઊડે એવી શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  4. કવિ હરદ્વાર ગોસ્વામીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ. સરસ ગઝલ.

    મૂળસૉતો મને ઉખાડ્યો છે,
    ને પછી આભમાં ઉડાડ્યો છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME