વરસાદમાં : ગૌરાંગ ઠાકર
ચોતરફથી તરબતર આખું જગત વરસાદમાં,
ને છતાં બન્ને રહ્યાં કોરાં સતત વરસાદમાં.
સ્હેજ પાલવ ભીંજવે વરસાદ તારો ને પછી,
આગ મારી ભીતરે ભડકે સખત વરસાદમાં.
શું શુકન ને અપ-શુકન આ પંડિતો જોયા કરે,
પ્રેમ માટે હોય છે સારા મુરત વરસાદમાં.
કેટલો ડૂમો ભરી આકાશ બેઠું એકલું,
કોઈ ના જાણી શક્યું એની વિગત વરસાદમાં.
જો હવે જાવું જ તારે હોય તો ચાલી જજે,
શક્ય ક્યાંથી સાફ હું રાખું નિયત વરસાદમાં.
આ ગઝલ લખવી નથી વરસાદ મૂશળધાર છે,
થાય બસ જોયા કરું એની સુરત વરસાદમાં.
- ગૌરાંગ ઠાકર
પ્રિયજનનાં મિલનની ક્ષણો જ વરસાદમાં તરબતર કરી જાય - ના ગઝલ કે ના વરસાદ .. ! આકાશ પણ ડૂમો ભરી બેઠું છે એકલું વરસાદમાં…. કોઈ પાસે એની વિગત છે ? અરે…. આખુંયે આકાશ ઝૂકી ગયું ધરાને પામવા- પણ તોય છેટું ને છેટું ??
.

કેટલો ડૂમો ભરી આકાશ બેઠું એકલું,
કોઈ ના જાણી શક્યું એની વિગત વરસાદમાં.
- મજાની ગઝલ અને મજાનો શેર…
વાહ કવિ!
ખુબ સુંદર…..મારી વ્યથા પણ કંઇક આવી જ છે….!!!
કેટલો ડૂમો ભરી આકાશ બેઠું એકલું,
કોઈ ના જાણી શક્યું એની વિગત વરસાદમાં…
વાહ ક્યા બાત હૈ ..
સુન્દર ગઝલ..ગૌરાંગભાઇ..વરસાદમાં વળી શુકન કે અપશુકન કેવા ?
સરસ વાત કરી
અને વરસાદમાં યે કોરા રહેવું એ એક વ્યથા જ ને ?
અભિનંદન..
ગૌરાંગભાઇ..ગઝલસંગ્રહની પ્રતીક્ષામાં હોં..