વરસાદમાં : ધ્વનિલ પારેખ

 

શહેર આખું તરબતર વરસાદમાં,
કોણ, ક્યાં છે; શું ખબર વરસાદમાં.

પૂર આવે એટલું પાણી છતાં,
તું વરસતી માપસર વરસાદમાં.

વૃક્ષ નીચે આશરો જ્યારે મળે,
હોય જાણે એક ઘર વરસાદમાં.

એક-બે ટીપાં પડીને શાંત છે,
કોની છે આ કરકસર વરસાદમાં.

- ધ્વનિલ પારેખ

 

શહેર આખું તરબતર વરસાદમાં ને ત્યારે માપસરનું જ કોઈ વરસે કે કરકસર કરે તો કેમ ચાલે ?  પ્રિયજન ધોધમાર વરસે તો જ ભીંજાઈને તરબો…ળ થવાય.

 

 

.


2 Comments to “વરસાદમાં : ધ્વનિલ પારેખ”

  1. sapana says:

    સરસ
    સપના

  2. avani says:

    પિન્કિબેન ખુબ સરસ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME