વરસાદમાં : રમણ વાઘેલા

 

 વાતને વાળી જુઓ વરસાદમાં,
ઘાતને ટાળી જુઓ વરસાદમાં !

એ સજા-સી વાત થી ડરશો નહીં,
જાતને બાળી જુઓ વરસાદમાં !

આંખમાં એવું તો ના ખટક્યા કરે,
પાંપણો ઢાળી જુઓ વરસાદમાં !

કાલ જેવું ક્યાંક તો ઊગશે કદી,
આજને ભાળી જુઓ વરસાદમાં !

આ હવાની વાતમાં ના ઝૂમશો,
પાળને બાંધી જુઓ વરસાદમાં !

ક્યાં કશું કહેવાની જગા છે વળી?
મૌનને માણી જુઓ વરસાદમાં !

કોઈ મત્લા-મક્તાને ઈરશાદ કહી,
વ્યોમને નાણી જુઓ વરસાદમાં !

- રમણ વાઘેલા

 

વરસતા વરસાદમાં વરસાદની વાતને ટાળવી કેમ ?   આજે વળી વરસાદની જ ગઝલ …?? ના…  ” વરસાદમાં” રદીફ પર બાર ગઝલ મૂકી, અને વૅબમહેફિલમાં ધોધમાર  કે ‘ સાંબેલાધાર’ વરસાદ વરસી રહેલો ત્યારે હીનાબહેને પણ એ જ દિવસે આ જ રદીફમાં વરસાદની ગઝલ મૂકેલી.  obviously … it is a great co-incident  અને આજે જ મારા ધ્યાનમાં આવતાં સાભાર તેમની મંજૂરી લઈ આ ગઝલનો પણ સમાવેશ કરું છું.   બારમાસી કોરપને ભીંજવતી તેરમી ગઝલ….. !

 

 

.


6 Comments to “વરસાદમાં : રમણ વાઘેલા”

  1. avani m. buch says:

    કાલ જેવું ક્યાંક તો ઊગશે કદી,
    આજને ભાળી જુઓ વરસાદમાં !
    a pakti jindgi ne jivi janva jevi lage chhe.
    khub saras.

  2. ઓકે કહી શકાય એવી રચના…

  3. sudhir Patel says:

    વધુ એક સુંદર ગઝલ ‘વરસાદમાં’!
    સુધીર પટેલ.

  4. nilam doshi says:

    સરસ મજાની વરસાદી ગઝલ. વરસાદની જેમ ગઝલમાં ભીંજાવાની મજા પણ અનોખી છે.
    પીંકી,ખૂબ સરસ પસંદગી.
    યાદ કરું છું હો.પછી ફોન કરું છું. મજામાને ?
    ભુવનેશ્વર કયારે આવે છે ? વેકેશનમાં બરાબરને ?

  5. sapana says:

    સરસ ગઝલ.
    સપના

  6. ક્યાં કશું કહેવાની જગા છે વળી?
    મૌનને માણી જુઓ વરસાદમાં !

    કોઈ મત્લા-મક્તાને ઈરશાદ કહી,
    વ્યોમને નાણી જુઓ વરસાદમાં !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME