વરસાદમાં : રવીન્દ્ર પારેખ
લે તને કાગળ લખું વરસાદમાં,
એ વિના શું ચીતરું વરસાદમાં ?
આપણું મળવું હવે મુશ્કેલ છે,
શહેર જાણે કે તર્યું વરસાદમાં.
ફોન ગાડી ને બધું યે બંધ છે,
હું નહીં આવી શકું વરસાદમાં.
રાહ જોતી આંખમાં વાદળ થશે,
બેવડી પલળીશ તું વરસાદમાં.
તું ન હો ને હોય જો વરસાદ તો,
એમ લાગે રણ મળ્યું વરસાદમાં.
હોઈએ સાથે અને વરસાદ હો,
રણ બને તોરણ લીલું વરસાદમાં.
પત્રને બદલે તને હું મન બીડું,
ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં.
મન મૂકીને મને છોડી ગયું,
એ તને ક્યાંથી જડ્યું વરસાદમાં.
હું અહીં છું ને હવે તારી કને પણ,
બેવડું આ જીવવું વરસાદમાં.
મન વગર હું બેવડો એકાંતવશ,
જીવવું મરવું થયું વરસાદમાં.
તું ય તારું મન મને મોકલ હવે,
ક્યાં સુધી ઝુયૉ કરું વરસાદમાં.
એટલો પલળી ગયો છું યાદથી,
ના પલળવાનું રહ્યું વરસાદમાં.
- રવીન્દ્ર પારેખ
કોણ- ક્યાં- કોને ખબર વરસાદમાં… ?!! પાણી ભરાયાં હોય, ફોન, ગાડી, બસ ને ટ્રેન બધું યે બંધ છે, પ્રિયજન કેમ આવી શકે વરસાદમાં.. ?!! બસ, યાદોમાં જ એટલાં પલળી જવાનું કે બાકી જ ના હો, પલળવાનું વરસાદમાં… !!
.

આ વર્ષાસત્રની વાત કરું ટૂંકમાં જો આગળ
એ બની ગયું છે માત્ર વાદળ,વર્ષા,કાગળ.
વરસાદ મને લાગે છે કે એક જ દિવસમાં સાંબેલાધાર વરસ્યો કે શું!!
એની વે, ગઝલ સરસ છે… ભીંજાવાની મજા આવી…
સરસ ગઝલ!
પત્રને બદલે તને હું મન બીડું,
ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં.
સપના
beautiful