અવાજોનું નગર : ગુંજન ગાંધી

 

 આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે ?

રાત પાછળ રાત થઈ છે,
બંધ સૂરજની સફર છે ?

કાગડો કહે, એકલું ઘર,
કો’કની લાગી નજર છે.

પારદર્શક હો છતાં પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે ?

ઢાંકણું હિજરાય છે કેમ ?
કાચ તૂટ્યાની અસર છે ?

એ કહે તો આથમે દિન,
એવા કૂકડાની ખબર છે ?

- ગુંજન ગાંધી

 
કૂકડો બોલેને સૂરજ ઊગે, પણ – વ્યસ્ત શહેરી જીવનમાં નીંદર પણ પૂરી ના થઈ  હોય અને એલાર્મ વાગતાં ‘ જાગવું ‘ પડતું હોય એવાં ‘ આ અવાજોનાં નગર’ માં કૂકડો ક્યારે બોલી ગયો ને ક્યારે સૂરજ ઊગી ગયો તે તો ખબર પણ ક્યાંથી હોય .. ?!!   આપણાં બાળકોને તો કૂકડો બોલે અને સૂરજ ઊગે એ અનુસંધાનની જાણ પણ છે, ખરી ?   તેમની અન્ય રચનાઓ તેમનાં બ્લૉગ પર માણી શકશો.

 

 

.


7 Comments to “અવાજોનું નગર : ગુંજન ગાંધી”

  1. વાહ! સુંદર ગઝલ

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    ના,એવા કૂકડાઓનું ગુંજન સાંભળ્યું નથી.
    તો પણ દિન આથમી ગયાનીતો ખબર છે.
    ખબર નથી પડતી સમય કેવો બદલાય છે?
    છાપાંને ઊઘ સાથે દિવસ રાત બદલાય છે.

  3. સુંદર ગઝલ….

    આ અવાજોનું નગર છે.
    બોલ સન્નાટા, ખબર છે ?

    રાત પાછળ રાત થઈ છે,
    બંધ સૂરજની સફર છે ?

    - આ બે શેર શિરમોર થયા છે… રાત પાછળ રાતની કલ્પના ખાસ્સી અર્થગર્ભિત પણ છે… ગઝલમાં કવચિત્ જ આવું ઊંડાણ જોવા મળે છે.

  4. sudhir Patel says:

    સરસ ગઝલ ફરી અહીં માણી.
    ગુંજનભાઈ એમનો બ્લોગ ફરી ધમધમતો કરે એવી અપેક્ષા!
    સુધીર પટેલ.

  5. સરસ ગઝલ
    ૧,૨,૪ અને આખરી શેર પહેલી નજરે સ્પર્શી ગયા.

  6. sapana says:

    પારદર્શક હો છતાં પણ,
    કાચ કરચોથી સભર છે.
    સુંદર ગઝલ!
    સપના

  7. Vishvesh says:

    Wah wah!

    આ અવાજોનું નગર છે,
    બોલ સન્નાટા, ખબર છે ?

    Saara pavan maa patang kevo pehla j prayatne sadsadaat upade evo ghazal no upaad che..kya baat hai!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME