મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં.
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.
માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.
તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.
- અંકિત ત્રિવેદી
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં…. ! હા… એટલે, હવે અંકિત ત્રિવેદીનું નવું સરનામું ક્યાંક આસપાસમાં જ છે. તેમણે પણ પોતાનો અંગત બ્લૉગ શરુ કર્યો છે. જેમાં આપ સૌ તેમની રચનાઓ માણી શકશો એટલેકે તેમને જાતે મળી પણ શકશો…. ! વૅબમહેફિલનાં વૅબજગત પેજ પર અન્ય સાહિત્યકારોની વૅબસાઇટ્સ અંગે પણ માહિતી આપેલ છે.
.

કયો શેર વખાણઁ ? આખીને આખી ગઝલ ચાટી ગયો.
સરસ પસંદ કરી.
તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.
મારાં એ જ પ્રયત્ન છે.
સપના
Very NICE!>>What a thought!
સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં — વાગોળશું
સાદ્યંત સુંદર ગઝલ…
સરસ ગઝલ! ફરી માણવાની મજા આવી.
સુધીર પટેલ.
તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.