છત્રી : પ્રીતમ લખલાણી

 

ઝરમર વરસતા

આભે

એક સાંજે

છત્રીને કહ્યું :

જો

માણસ

તારી પાસેથી

ઊઘડવાની

કળા શીખી જાય તો !

હું બારે માસ,

મન મૂકીને વરસું !

 

*******

 

માણસને

કોરોકટ જોઈ

છત્રીએ

નિસાસો નાખ્યો -

કે

હાથમાં હાથ રાખીને

આખો મારગડો ચાલી તોય

દુર્ભાગ્ય જ ને !

બે ઘડી

મારી સંગે

ભીંજાતાંય ન આવડ્યું !

 

*******

 

બારી બહાર

આભને

ઝરમર વરસતું જોઈ

ખીંટીએ ઝૂલતી

હરખપદૂડી છત્રીને

આજ

કાગડો થઈ

ઊડી જવાનું મન થયું !

 
- પ્રીતમ લખલાણી

 

‘વરસાદમાં’ ખૂબ ભીંજાયા પછી છત્રીની વાત તો આવે જ ને … !  પણ વરસાદ અને છત્રીને વરસાદમાં માણસ કેવો લાગ્યો એની વાત. બાર-બાર વરસાદી ગઝલ આપણે માણી એમાં આજે એક તેરમી ગઝલનો પણ ઉમેરો હીનાબેનનાં બ્લૉગ પરથી કર્યો છે. તો ફરી એકવાર પલળીએ કવિ રમણ વાઘેલાનાં વરસાદમાં… !

 

 

.


6 Comments to “છત્રી : પ્રીતમ લખલાણી”

  1. ખરેખર, ખુબ જ સરસ અને સરલ અને તેટલી જ ટચ !! અભિનંદન ભાઈ પ્રીતમ લાખલાણી ને!!!

    - પ્રવિણ કે.શ્રીમાળી

  2. ત્રણેય રચના અદભુત… પહેલી બે તો એકદમ માર્મિક…

  3. sudhir Patel says:

    ‘છત્રી’ પરનાં ઉત્તમ મોનો-ઈમેજ કાવ્યો!
    સુધીર પટેલ.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    કેવી લાખેણી વાતોની કરી છે અહીં લહાણી!
    નામ જેમનું ફોઈએ રાખ્યું પ્રીતમ લખલાણી.

  5. સરસ કાવ્યો. કાગડો થઈ ઊડી જવાની વાતે મરકી જવાયું.

  6. hiten sindhava says:

    khub saras…..vatanno varsad tamne mubaraak……aav re varsad, ghebariyo parsad….uni uni rotli ne karelanu shak……

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME