આખી જિંદગીનો મર્મ : હિતેન આનંદપરા
પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
- હિતેન આનંદપરા
કોઈ પણ તર્ક વિના જિંદગીનો મર્મ પ્રેમ જ સમજનાર હિતેન આનંદપરાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… !!
.

કવિતાઓ તો ઘણી વાંચી ને રહેશે વંચાતી.
હિતેનની આ કવિતા કિંતુ કવિતાનો ધર્મ છે.
સરસ ગઝલ! કવિ હિતેન આનંદપરાને જન્મ-દિનની હાર્દિક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
બહુ જ સસ્રસ પસંદ.
पर्व मना ही लीजिये क्यों कि इन अशआर पर हम वाह वाह कर रहे हैं। बहुत खूब..

हितेन जी को उनके जन्मदिन पर हार्दिक बधाईयां।
॥दस्तक॥|
गीतों की महफिल|
तकनीकी दस्तक
સરસ ગઝલ.હિતેનભાઈને જ્ન્મદિવસની મુબારકબાદ.
સપના
સુંદર જાણીતી ગઝલ…
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
સુંદર ગઝલ…
ગાલોના ખંજન વાળો શેર ખુબ જ મજાનો…
કવિને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…
કર્ક રાશિ અને આ કોમળ ગઝ્લ….વાહ્.વાહ્. કવિ ને અભિનન્દન્