એ જ ઈશ્વર છે : સુધીર પટેલ

 

તમે જેને જુઓ છો એ તો પથ્થર છે,
ન દેખાતા મહીં જે એ જ ઈશ્વર છે.

પવન નહિં તો વહ્યા કરવાનો નિરંતર,
ખૂટી ગ્યાં શ્વાસ જેનાં એ મુકદ્દર છે.

સૂએ છે રોજ જે ફૂટપાથ પર રાતે,
પૂછો તો નામ એનું પણ સિકંદર છે.

રહ્યો ના ખ્યાલ પણ કે રાહ કોની છે ?
ઝુરાપો એટલો એવો સદંતર છે.

ગઝલ ને હું વિખૂટાં ન હજો ‘સુધીર’
સફરમાં બસ કૈં સહારો પરસ્પર છે.

- સુધીર પટેલ

 

રમેશ પારેખ કહે છે , “ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ – પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?” પણ આંખ ને અંતર આડેનો પથ્થર, પથ્થરનાં ઈશ્વરને પણ જોવા નથી દેતો. ત્યારે નિરાકાર નિર્ગુણ પરમ તત્ત્વને પામવાની વાત તો ? સુધીર અંકલ એટલે જ પથ્થરમાં ઈશ્વરને જોવાની વાત લઈને આવ્યાં છે. જે કણ-કણમાં વ્યાપ્ત છે તે તો રસ્તે પડેલાં પથ્થરમાં પણ છે જ. અને મંદિરની મૂર્તિમાં પણ ઈશ્વરને ન પામે તે તો નિરંતર વહેતાં પવનમાં શ્વાસ ખૂટે તેવી વાત… !! 

 

 

.


7 Comments to “એ જ ઈશ્વર છે : સુધીર પટેલ”

  1. સુધીરભાઈ ખૂબ જ સરસ ગઝલ વાંચવાની મજા પડી ગઈ .
    બધા જ શેર સરસ

  2. નમું તને પથ્થરને? નહીં નહીં

    શ્રદ્ધા તણા આસનને નમું નમું… (સુન્દરમ્)

    સુંદર ગઝલ…

  3. Prarthana Jha says:

    sundar rachna, abhinandan

  4. ફરીવાર સુધીરભાઈની સુંદર ગઝલ…

    ઝુરાપાવાળો શેર વિશેષ ગમ્યો.

  5. Rakesh Thakkar, Vapi says:

    બધા જ શેર લાજવાબ છે.

  6. સુંદર ગઝલ.

  7. sudhir Patel says:

    આભાર સૌ ભાવક-કવિ મિત્રોનો અને પીંકીબેનનો !
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME