માણસ ખોટા ભણતર જેવો : મીરા આસીફ
આડા અવળા અક્ષર જેવો,
માણસ ખોટા ભણતર જેવો.
રંગ વગરનો રુપ વગરનો,
ઘાટ વિનાના ઘડતર જેવો.
સાવ ખખડધજ જીવતર એનું,
ઈંટ વગરના ચણતર જેવો.
રોજ સવારે ફૂલ સરીખો,
સાંજ પડે ત્યાં પડતર જેવો.
વાદળ થઈને ખૂબ ગરજતો,
વરસે ત્યારે ઝરમર જેવો.
પરપોટાને મોતી સમજે,
લાગે જાદુમંતર જેવો.
- મીરા આસીફ
નકાબપોશ માણસનાં ચહેરાને વાંચવાનું - એટલે કે, ઈંટ વગરનાં ચણતર જેવું – કપરું કામ મીરા આસીફ બખૂબી કરે છે. આ રંગ વગરનો, રુપ વગરનો, ખોટા ભણતર જેવો, ઘાટ વિનાના ઘડતર જેવો, ખખડધજ માણસ ઝરમર ઝરમર વરસી પણ શકે તે વાત મને બહુ સ્પર્શી ગઈ. કારણ - આવું ઝરમર કોઈ વરસે તો જ બહુ અને એ ઝરમરમાં કો’ક વળી ભીંજાય પણ … બાકી તો !! સાથે ડૉ.મહેશ રાવલની કલમે ” આપણી વાત” વાંચવાની પણ મજા આવશે.
.

સ——-ર——–સ !
માણસ લાગે નાટકમાં ફારસ !
કમનસીબીનો જાણે છે વારસ !
ભૂલતો અગિયારસ કે બારસ !
વાહ રે વાહ,વાહ રે માણસ !
ભાવનગરના જૂના કવિ-મિત્ર મીરા આસીફની સુંદર ગઝલ વાંચી આનંદ થયો.
સરસ પસંદગી બદલ અભિનંદન !
સુધીર પટેલ.
આ ગઝલ મુશાયરામાં ખૂબ જામે -વાંચવામાં ગઝલમાં ગહનતાનો અભાવ જણાય આવે છે.
સુંદર મુસલસલ ગઝલ.,..