આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ
પાંખ ફૂટી આભને,
સંગ ઊડવા આવને !
હું મનોમન હરપળે,
હોઉં છું તારી કને.
કેદ મારું આયખું,
એક તારી ધડકને.
ચોતરફ બસ મ્હેંક છે,
કોણ ખીલ્યું વનવને ?
મોરલો ટહુકા કરે,
આભ આખું થનગને.
એક પળ એવી મળે,
વિસ્તરે ને યુગ બને.
- હર્ષ બ્રહ્મભટ્ટ
કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ … !
.

કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
એક પળ એવી મળે,
વિસ્તરે ને યુગ બને.
- અદભુત શેર થયો છે…
કવિશ્રીને જન્મદિનની વધાઈ. ટૂંકી બહેરમાં અસરકારક રજૂઆત.
ખૂબ સરસ !
ખૂબ સરસ
Kavishrine JanamdivasanI mubaarakbad.
Sapana
Many Many Happy Returns of the Day to Kavi Shri Harsh Brahmbhatt! Very nice Gazal!
Sudhir Patel.
saheb adab arj hay…abhinandan amara aakhu dil nichovi ne