ને એવું બધું : અલ્પેશ ‘પાગલ’
હું એટલે કે આંસુ, સપનાં, આશ, મૃગજળ, પ્યાસ ને એવું બધું,
આ જિંદગાની ધારણા, અટકળ, ઉછીના શ્વાસને એવું બધું.
ડરતો નથી હું તારી આવી વાતથી, મેં આઈનાને કહી દીધું,
કાયમ બતાવ્યા શું કરે, પોતાની મારી લાશ ને એવું બધું.
છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટના જંગલ મહીં,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું.
અંદરથી ખાલી થૈ ગયો છું, શ્વાસનું ખોખું જ ખાલી કહી શકો,
લૂંટાઈ ગઈ દુનિયામાં મારી લાગણી, વિશ્વાસ ને એવું બધું.
આજે કે જ્યારે આંખને અંધારની આદત પડી છે માંડમાંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની, અજવાસ ને એવું બધું.
મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઉપર હું જોઉં ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચ્હેરો ખાસ ને એવું બધું.
- અલ્પેશ ‘પાગલ’
જિંદગી, પ્રેમ, હું, ને એવું બધું… ક્યારેય ક્યાં શબ્દોમાં સમાયાં છે ? અને અલ્પેશભાઈ ’ એવું બધું ‘ કાગળ પર ઉતારવા પ્રયત્ન કરે છે, ત્યારે કેવી ઉત્કૃષ્ટ ગઝલ સર્જાય છે ! લાં..બી બહરની ગઝલમાં, ટૂંકી રદીફ ને પૂરો અવકાશ ને પૂર્ણ ન્યાય !
.

ખુબ્બ જ સુંદર ગઝલ…. લાંબી બહરની ગઝલમાં “ને એવું બધું” જેવો ટૂંકો રદીફ હોય અને આટલાં સુંદર અશ’આર બન્યાં હોય એવું મારા જોવામાં બહુ ઓછું આવ્યું છે..
આજે કે જ્યારે આંખને અંધારની આદત પડી છે માંડમાંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની, અજવાસ ને એવું બધું
આ શેર ખાસ ગમ્યો…
વાહ!!!
સુંદર ગઝલ…
EK TO TAMAARO BLOG BAHU J SUNDAR CHE ANE AA RACHNAA PAN BAHU GAMI PINKI BEN..THNX FOR SUCH A NICE POSTING.
મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઉપર હું જોઉં ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચ્હેરો ખાસ ને એવું બધું.
kevu badhu yad aave?
Sapana