લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ

 

કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ.

સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ.

મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ.

સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ.

સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ.

- દીવા ભટ્ટ

 

ખેર, વરસાદ તો થંભી ગયો છે…    ક્યાંક કો’ક ગામને ચોરે વિસામો ખાતો કે ખેતરાંના શેઢે કે પછી કોઈ શહેરીનાં રેઈનકોટમાં છુપાઈ ગયો લાગે છે.  જોકે તેનાં લીલાંછમ્મ સંભારણાં કેમેય કરી વરસાદને ભૂલવા નથી દેતાં,  અને લીલું લીલું મન સૂકી ડાળીને પણ લીલીછમ જ જુએ તો આ છમ્મલીલા મનને નજરું ના લાગી જાય ?!    હરિયાળું મન પછી તો – સૂના ઓટલે ને કોરાં કૂવે લીલુંછમ જ પામે ને !!   આ લીલીનજરે ‘વરસાદમાં’  રદીફ પર યામિની વ્યાસની ૧૪મી ગઝલ માણવાનું ના ભૂલતાં….. !

 

 

 

 


4 Comments to “લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    કાળા મેંશ અક્ષરો જોઈ જોઈને ચઢ્યો’તો થાકોડો.
    આવી કવિતાથી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ.

  2. Maheshchandra Naik says:

    લીલીછમ ધરતીની મહેકનો આનદ અનેરો હોય છે, અને એ વરસાદ થકી જ લઈ શકાય છે, આપ્નો આભાર અને કવિયત્રિને અભૈનદન….

  3. સુંદર રચના…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME