ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર

 

shayda gaurangthaker

 

તું કહે હા કે હવે ના એ વિષય તારો છે,
મેં તો દુનિયાને કહી દીધું ખુદા મારો છે.

ક્યાંક મંઝિલ તો મળે તોય કશું ખૂટે છે,
ત્યાં નદી દોડતી, દરિયો એ બહુ ખારો છે.

દોસ્ત વરસાદ કે ઝાકળ એ નિહાળે ક્યાંથી,
એક માણસને અહીં કેટલાં પડકારો છે.

એટલે ડાળથી પંખીને ઉડાડી મૂક્યાં,
પાનખરનો હવે આ વૃક્ષને વર્તારો છે.

તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,
ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.

- ગૌરાંગ ઠાકર

 

૧લી ઑગષ્ટ, શનિવાર, ૨૦૦૯નાં રોજ આઈ. એન. ટી. સંસ્થા દ્વારા ગૌરાંગભાઈને પ્રતિષ્ઠિત  ‘ શયદા ઍવોર્ડ ‘ અર્પણ કરવામાં આવ્યો. આ અવસરને તેમની જ એક તરોતાજા ગઝલ માણીને  ઉજવીએ !!

ચીનુકાકા(મોદી) નો એક  શેર યાદ આવે છે :  
“ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી.”

બસ, એવું જ કંઈક …. ” તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,  ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.”  પણ, ગૌરાંગભાઈ, એક જ વર્ષમાં બે પ્રતિષ્ઠિત ઍવોર્ડ ગુજરાતી સાહિત્ય અકાદમી  અને ‘શયદા ઍવોર્ડ’  …  વળી, નવાં પુસ્તકની તૈયારીઓ પણ… !!
 

લાગે છે કે, ” એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે, ગૌરાંગને એક ગઝલકાર કરી દે.” વાળી વાત ઈશ્વરને કાને પડી ગઈ  અને તેણે પણ નજર નાખી તો લાગ્યું કે, ” ટોચ માટે પ્રયાસ લાગે છે, ખીણમાં પણ ઉજાસ લાગે છે.  “   અને તેનો મોબાઈલ રેન્જમાં આવી ગયો હોય એવું અમને પણ લાગે ત્યારે તમને ખુદા તમારો જ લાગે !!  હવાને ભલે મૂંઝારો થાય … પણ ” સિતારોંસે આગે જ્હાં ઓર ભી હૈ ! “  

 

 

.


the attachments to this post:

shayda gaurangthaker
shayda gaurangthaker


8 Comments to “ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર”

  1. Rohit Patel says:

    ખુબ જ સુન્દર્-અભિનન્દન્!
    રોહિત પટૅલ્

  2. sudhir Patel says:

    ગૌરાંગભાઈને ફરી અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. લગે રહો ગૌરાંગભાઈ…

    હાર્દિક અભિનંદન… યાદ રહે, સિતારોં સે આગે જહાઁ ઔર ભી હૈ…

  4. કવિશ્રી ગૌરાંગભાઈને અભિનંદન પાઠવતાં એક ગુજરાતી અને ગઝલના જીવ તરીકે
    છાતી ગજ-ગજ ફૂલે છે.
    પ્રસ્તુત ગઝલમાં જે ભાવ વ્યકત થઈને છેલ્લે સુધી નિભાવાયો છે એ કબિલ-એ-દાદ છે.
    શ્રી વિવેકભાઈ સાથે હું સંપૂર્ણપણે સંમત છું…….

  5. preetam lakhlani says:

    લગે રહો ગોરાંગભાઈ,હમ ભી આપકે આગે પીછે હે……અભિનંદન્…

  6. એક માણસને અહીં કેટલા પડકારો છે…ગૌરાંગભઈ તમે જીલ્યા અને જીત્યા ! અભિનંદન
    સરસ ગઝલ.

  7. ખુબ ખુબ અભિનંદન….!! સતત આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ.

  8. સુંદર ગઝલ! ગૌરાંગભાઈ ને ખૂબખૂબ અભિનંદન!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME