શબ્દોને પણ : જનક વ્યાસ

 

iloveu

 

સહજપણે આપણે,

પ્રિય વ્યક્તિને

‘ આઈ લવ યુ’

કહીએ છીએ ત્યારે

ખબર ક્યાં હોય છે

કે - 

શબ્દોને પણ

ઍકસપાયરી ડેઈટ હોય છે !

- જનક વ્યાસ

 

‘શબ્દોને પણ’ ઍકસપાયરી ડેઈટ ભલે હોય,  દિલમાં નીતરતી લાગણીઓને ક્યારેય ના જ હોય કે ના હોવી જોઈએ !!

 

 

.


the attachments to this post:

iloveu
iloveu


10 Comments to “શબ્દોને પણ : જનક વ્યાસ”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    સાચી વાત છેઃ શ્બ્દોને પણ Expiry Date લાગેલી હોય છે.
    કો’ક ટૂંકીતો,કો’ક મધ્યમ.I love youને બેમુદતની હોય છે.

  2. શબ્દોને એક્સપાયરી ડેટ?

    ઝાટકો આપે એ વાત કવિતા હોય જ ?

    શબ્દનો તો એકમ જ અક્ષર છે.. જે કદી ક્ષર ન પામે તે અ-ક્ષર ! શબ્દ મરી પરવારશે તે દહાડે બચશે શું ? હા, ઉપરછલ્લું ‘આઈ લવ યુ’ કહેવાની આદત હોય તો અલગ વાત છે, બાકી ન તો પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોઈ શકે, ન તો શબ્દની…

    ખેર, આ મારું મંતવ્ય છે !

    Pinki : વિવેકભાઈ, તમે જે કહ્યું એ જ તો કવિ કહેવા માંગે છે કે શબ્દોને ક્યારેય ઍક્સપાયરી ડેટ હોય જ નહીં જો એ દિલથી બોલાયેલાં હોય…. !!

  3. સરસ કાવ્ય!

    ‘શબ્દોને પણ’ ઍકસપાયરી ડેઈટ ભલે હોય, દિલમાં નીતરતી લાગણીઓને ક્યારેય ના જ હોય કે ના હોવી જોઈએ !!

    –> પીંકીબેન, લાગણી ચીજ જ છેતરામણી છે. મેં જીવનમાં એવી પળો જોઈ છે (અને મને લાગે છે મોટાભાગના લોકોએ જોઈ હશે ) કે જે વ્યક્તિને હું દિલોજાનથી પ્રેમ કરું છું એના પ્રત્યે સખત નફરતની લાગણી થઈ હોય. થોડીક પળો, મીનીટો કે કલાક માટે. એટલે જ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે પ્રેમ એ માત્ર લાગણી નથી. પ્રેમ નિર્ણય છે. તમે નક્કી કરો છો કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું અને ગમે તે થાય તોય કરીશ. આ નિર્ણય જ માણસને (અને સરવાળે સંબંધને) લાગણીના ઝંઝાવાત સામે ટકવાની શક્તિ બક્ષે છે. કદી વિચારી જોજો…..પ્રેમ લાગણી નહીં પણ નિર્ણય (conscious choice) છે.

    Pinki : હેમંતભાઈ, તદ્.ન સાચી વાત કરી … પ્રેમ એ માત્ર લાગણી નથી. પ્રેમ નિર્ણય છે.

  4. preetam lakhlani says:

    પ્રિય પીનકી,
    કવિતા સારી છે, એ બાબતમા કોઈ ના નહી પણ શુ ગુજરાતી સાહિત્ય જગતમા ‘કવિતા” સિવાય બીજા કોઈ સામાયિક્ પ્રગટ નથી થતા ?. કે લગ ભગ્ મોટે ભાગે વેબ સાઈટ પર પ્રગટ થતી રચના ‘કવિતા’ માં થી મુકવામા આવે છે!. ખરેખર મારી નજરે હવે કવિતામા કયા કવિતા હોય છે!

    Pinki : we publish poems from all books and magazines. I feel , it’s a good poem, and put it. :)

  5. Maheshchandra Naik says:

    પ્રેમ નિરતર વહેતા ઝરણા જેવો છે, પ્રેમ હોય તો જ કોઈના માટે “નિર્ણય” થાય અને સમગ્રતાથી ચાહ્તા રહીએ છીએ, અપેક્ષારહિત…….કેમ ખરુને????????

  6. Pinki says:

    વિવેકભાઇ અને હેમંતભાઇનાં પ્રતિભાવના અનુસંધાનમાં , આ કાવ્ય વિષે થોડું વધુ :

    લાગણીઓનાં ક્ષણિક અતિરેક કે આવેગ માં આપણે કોઈને ‘ આઈ લવ યુ’ કહીને પ્રેમ (( અહીં પ્રેમ વિશાળ અર્થમાં લઉં છું માત્ર એક છોકરો + એક છોકરી + બીજું કંઈક નહીં જ )) દશૅાવીએ ત્યારે તે બોલેલા શબ્દોની મુદત આપણને ખબર હોય છે ?

    ના, કારણ આપણી લાગણીઓ સાપેક્ષ હોય છે. જો કોઈ આપણા માટે સતત પ્રેમ દર્શાવે, મદદ કરે તો આપણને તેના પ્રત્યે લાગણી ઉદ્.ભવે જ . અને આપણે તેને ‘ આઈ લવ યુ’ કહી જ દઇએ. પણ જો તે જ વ્યક્તિ તેનાથી ઉલ્ટું જ વર્તન કરે તો ‘ આઈ હેટ યુ’ કહેતાં તો જરા પણ વાર નહીં લાગે.

    એટલે કે, હેમંતભાઈ કહે છે એમ, ‘આઈ લવ યુ’ કહીને દર્શાવેલો પ્રેમ એ – જે તે સમય કે વર્તણૂકને આધારે લેવાયેલો એક નિર્ણય માત્ર જ હોય છે. જો તેને બદલે આપણે, ” પ્રેમ જ ઈશ્વર છે.” તેમ માની, હ્રદયમાં અવિરત વહેતાં લાગણીઓનાં પૂરને ક્યારેક જો વહેવા દઇએ – તો આપણાં જ બોલાયેલ શબ્દો ક્યારેય ઍક્સપાયર થાય જ નહીં.

    અરે… હેમંતભાઈ , લાગણીને આવું દુષ્કલંક ક્યાં લગાડો છો ? તે છેતરામણી ના હોઈ શકે – ક્યાં તો આપણે જ અન્ય વ્યક્તિને છેતરીએ છીએ ક્યાં તો અન્ય વ્યક્તિ આપણને… !!

  7. પીંકીબેન,

    મારી વાત તમને સમજાઈ નહીં એવું લાગે છે. થોડોક ફોડ પાડીને કહુ.

    પીંકીઃ એટલે કે, હેમંતભાઈ કહે છે એમ, ‘આઈ લવ યુ’ કહીને દર્શાવેલો પ્રેમ એ – જે તે સમય કે વર્તણૂકને આધારે લેવાયેલો એક નિર્ણય માત્ર જ હોય છે.

    –> મારે આમ કહેવું જ નહોતું. જે તે સમય કે વર્તણુક ને આધારે આપણે જે અનુભવીએ એ લાગણી. એ લાગણીમાં આપણે ખેંચાઈ જઈએ, તણાઈ જઈએ. એ સભાનપણે લીધેલો નિર્ણય હોતો નથી. પણ પ્રેમ મારી દષ્ટિએ સભાનપણે લીધેલો નિર્ણય હોય છે.

    પીંકીઃ લાગણીને આવું દુષ્કલંક ક્યાં લગાડો છો ? તે છેતરામણી ના હોઈ શકે – ક્યાં તો આપણે જ અન્ય વ્યક્તિને છેતરીએ છીએ ક્યાં તો અન્ય વ્યક્તિ આપણને… !!

    –> લાગણી ક્ષણને વફાદાર હોય છે, વ્યક્તિ કે એના નિર્ણયોને નહીં. મારી પત્ની એવું કંઈ કરે કે જે મને ન ગમે તો મને ગુસ્સો આવી શકે. આ ગુસ્સો એક લાગણી છે. આ લાગણી મને એવી કોઈ કૃતિ કરવા ફરજ પાડી શકે જે બદલ મને પાછળથી પસ્તાવો થાય. એટલે કહું છું કે લાગણી તમને છેતરી જાય એવું બને.

    હૃદયમાં જન્મતી લાગણીને બુદ્ધિ પાસે scan કરાવ્યા વગર મોકળો માર્ગ આપી ન શકાય. આપીએ તો ક્યારેક મોટું નુક્સાન થઈ શકે.

    Pinki : I meant, to love is to be decided, not based on someone’s behaviour. It sounds different but we are telling one thing .. ?!! words too have limits ??!

  8. માફ કરજો, પણ આ કાવ્યમાં એવું ક્યાંય કહેવાયું નથી કે શબ્દોને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી… આ કવિતા ધ્યાનથી વાંચીએ તો તરત જ સમજાય કે: સહજપણે આપણે પ્રિય વ્યક્તિને ‘ આઈ લવ યુ’ કહીએ છીએ ત્યારે
    ખબર ક્યાં હોય છે (હોતી નથી) કે – શબ્દોને પણ ઍકસપાયરી ડેઈટ હોય છે !

  9. Vivechak says:

    preetam lakhlani Says:

    પ્રિય પીનકી,
    કવિતા સારી છે, એ બાબતમા કોઈ ના નહી પણ શુ ગુજરાતી સાહિત્ય જગતમા ‘કવિતા” સિવાય બીજા કોઈ સામાયિક્ પ્રગટ નથી થતા ?. કે લગ ભગ્ મોટે ભાગે વેબ સાઈટ પર પ્રગટ થતી રચના ‘કવિતા’ માં થી મુકવામા આવે છે!. ખરેખર મારી નજરે હવે કવિતામા કયા કવિતા હોય છે!
    ——

    મિસ્તર લખલખિયા
    તમે તમારી જાતને શું સમજો છો? બે ચાર ન સ્મજાય એવા અગડમ્બગડ્મ અચાંદસ લખ્યા એટલેરાજા થઈ ગયા. અમેરિકામાં બે પાંચકવો વાહ વાહ કરે એતલે પૂલાઈ નઈજવાનુ. ઉજ્જ્ડ ગામમાં એર્ંડો બી પોતાને આંબો સ્મજતો હોય છે. તમે ૧૫ વરસના હતા ત્યારથી સુસેશભાઈ કવિતા મેગેજિન કાઢે છે. અમેરિકામાં તમરી રાઈ વેરવની અઈ તો અમે એનો વઘાર કરી નાખીસું.

  10. preetam lakhlani says:

    જે નર પણ નથી અને નારી પણ નથી એવા નામ વગર ના ફાલતુ વિવેચક સાથે માથાજીક કરીને શુ ફાયદો ! બાકી આ લખનાર ની વિશેસ કવિતા ‘કવિતા”મા પ્રગટ થઈ છે, અને સુરેશ દલાલે ‘મધરાતે સુય્ નામનો કાવ્ય સગ્રર પ્રીતમ લખલાણીને અપ્રણ કરેલ છે….હવે બોલ તારે શુ કહેવુ છે….અને કવિતા તો હુ ૯ વરસ નો હતો ત્યાર થી પ્રગટ થાય છે….અ નામે લખનાર કોઈ વિવેચક ન હોય શકે પણ ફાલતુ જ હોય શકે, બાકી આ ફાલતુ કોણ છે એમારે જાણ વુ હોય તો બહુ જ સરળતાથી જાણી સકુ કારણ કે મારુ field computer છે…પણ મને કોઈ આવા ફાલતુ વિવેચક મા ર સ નથી…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME