ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા

 

હું મત્સ્યવેધ જેવું ફરતું નિશાન છું,
પળમાં હું પૂર્વ છું ને પળમાં ઈશાન છું.

હું આંખ મીંચી જાઉં તો ગૌતમનું ધ્યાન છું,
ને હોઠ ઉઘાડું તો ઋષિનું વિધાન છું.

કંઈ પણ મળે નહિ તો ફકીરોની શાન છું,
પ્યાલો જો, મળી જાય તો મીરાંનો કાન છું.

શબ્દોના કાંધિયાઓ મારી મદદ કરો,
હું વેદનાના ગાડા નીચેનો શ્વાન છું.

તું મૂળ જેમ છાનો પ્રસરતો રહ્યો હજી;
વૃક્ષોની લીલા થઈને ખરતું હું પાન છું.

હું જો અખૂટ હોત તો ઈતિહાસમાં ભળત,
ખૂટ્યો છું એટલે હું દુનિયાની જાન છું.

મુક્તિ મળે તો  હું ય કલાકાર થઈ શકું,
બે-ચાર ખૂબીઓના સકંજામાં બાન છું.

-  અશરફ ડબાવાલા

 

રુહની વાત રુહને  તરત સ્પર્શી જાય…  પરાવાણી જ જાણે કલમ થકી ટપકતી હોય, તેવી આ સાદ્યંત સુંદર ગઝલને શબ્દોના કાંધિયાની ક્યાં જરુર ?  અને છતાં એટલું તો કહીશ જ કે વૃક્ષોની લીલાવાળો શેર….  અદ્. ભૂત !!  બાકી તો આખી ગઝલ જ એટલી સુંદર છે કે નિબંધ જ લખવો પડશે.  :)

 

 

.


15 Comments to “ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા”

  1. સાચે જ અદભૂત ગઝલ …. ખયાલો ખુબ જ અર્થસભર … !!

  2. નિતાંત તાજગી સભર રચના.

    શબ્દોના કાંધિયાઓ મારી મદદ કરો,
    હું વેદનાના ગાડા નીચેનો શ્વાન છું.

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    ભખ ભખ કરતા એંજીનથી વાવટો ફરકાવતા ગાર્ડ-બાબુના ડબા સુધીની ગાડી જેવી જીવંત ગઝલ.

  4. Rohit Patel says:

    સત્યમ શિવમ સુન્દરમ–જેવિ આ ગઝલ! અભિનન્દન્-કોટિ-કોટિ વન્દન્!—રોહિત પટેલ્

  5. સુંદર ગઝલ…

  6. Harnish Jani says:

    દિલ બાગ બાગ થઇ ગયું-તમારેી પસંદને પણ સલામ.

  7. sudhir Patel says:

    ખૂબ જ સુંદર ગઝલિયતથી ભરપૂર ગઝલ!
    સુધીર પટેલ.

  8. Lata Hirani says:

    ક્યારેક વાંચવા મળે અને મન બાગ બાગ થઇ જાય એવી ગજ્હલ…

  9. sapana says:

    શબ્દોના કાંધિયાઓ મારી મદદ કરો,
    હું વેદનાના ગાડા નીચેનો શ્વાન છું.

    વાહ વાહ સિવાય બીજા શબ્દો નથી.આભાર સુંદર ગઝલ લાવવા માટે.

    સપના

  10. Maheshchandra Naik says:

    વેદનાની વત કરતી ગઝલ, શબ્દો દ્વારા ઘણુ વ્યક્ત થઈ શકે છે…..

  11. ઘણા સમયે અશરફભાઈની ગઝલ વાંચીને ખૂબ મઝા પડી,
    ગઝલિયતથી છલોછલ અને અર્થસભર રચના.
    આભિનંદન સર !

  12. kirankumar chauhan says:

    અરે અદભુત!

  13. Prarthana Jha says:

    અતિ અતિ અદભુત રચના…., કોઇ શબ્દો જ નથી કૈ પણ કહેવા માટે…અભિનન્દન્….કવિ ને

  14. preetam lakhlani says:

    આટલી બધી comments, પણ અશરફ ભાઈને કયા સમય છે ? વાંચવાનો ! આ એક હકિક્ત છે?.
    આ ગઝલ ગઇ કાલે શકુર સરવેયાના જ્ન્મ દિવસે મધુ બેનના સુંદર સ્વર મા સાભળી, મજા આવી ગઈ, પાચેક્ વરસ પહેલા નવનિત સમપણ મા વાચી ત્યારે પણ આટલી ગમી હતી અને આજે પણ બહુજ ગમી….લાજવાબ્..

  15. Bakul Sugandhia says:

    ghazal na kaya sher na vakhan karvaa ej mushket kaam chhe.
    aankh michi jau…
    kai pan male nahi…..
    hu jo akhut hot…..
    Asharafbhai ne abhinabdan.
    varso pahela Bhavns(Chopati) ma sambhadya hata tyare emni ghazal saanchvi rakhi chhe….Shabdani hundi layi……
    Bakul Sugandhia

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME