માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
( માધવ ક્યાંય નથી મધુવનમાં… !! )
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
- હરીન્દ્ર દવે
કામણગારો કાનુડો માત્ર જશોદાનો, રાધાનો કે ગોપીઓનો જ નથી. સાહિત્ય, નૃત્ય, ચિત્રકળામાં પણ તેને સૌએ એટલાં જ લાડ કર્યાં છે. કાન ગોકુળ છોડીને ચાલ્યો જાય છે, અને તેના વિરહમાં જશોદા, રાધા કે ગોપ-ગોપીઓ જ નહિં … કદમ્બની ડાળીઓ, યમુનાનાં નીર, અને વેણુ પણ વિરહની વેદના અનુભવતાં હતાં અને કવિ વેદનાની એ પળોને આ ગીતમાં કંડારી છે.
.
the attachments to this post:


સ્વ. હરીન્દ્ર દવે આ ગીતથી અમર થઈ ગયા.
હરીન્દ્રભાઈનું અમર ગીત.
સૌને કૃષ્ણ-જન્માષ્ટમિની વધાઈ!
સુધીર પટેલ.
આહા!! One of my most fav songs..thx for this!
જય શ્રિ કૃષ્ણ
અદભુત રચના…
ગોપિ ભાવ કવિતા કવિ ને દિલ થિ પ્રનામ જય શ્રિ ક્રિશ્ન્ના