વંદે માતરમ્ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( અનુ : વંદન કરું તુજને હે મા ! – ગોવર્ધન દવે )

independence day india

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલામી આપી રહેલ લૉર્ડ માઉન્ટબેટન, લૅડી માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ

વધુ માહિતી :  guardian.co.uk

peopleid

( આઝાદીના આ પર્વે … માનવ મહેરામણ )

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

વંદન કરું તુજને હે મા !
જલથી સભર, ફળથી સભર, દક્ષિણના વાયુથી શીતલ,
લહેરાતી ફસલોથી શ્યામલ હે મા.

ધવલ શુભ્ર જયોત્સનાથી તારી નિશા બને સુપુલકિત,
પુષ્પાવૃત તરુવૃંદોથી તું સદા રહી છે શોભિત,
સુભગ હાસ્ય ને મધુર વાણીથી ભૂષિત
સુખ વરસાવતી વરદાતા હે મા.

સપ્તકોટિ કંઠે કલકલ કરાલ નાદ કરે, દ્વિસપ્તકોટિ ભૂજા ઝળકતી અસિ વીંઝે,
તો કોણ કહે તુજને મા, અબલા !
તું અપાર બલશાલિની, નમું તને હું તારણહાર,
શત્રુદળોને હરનારી હે મા.

તું વિદ્યા છે તું જ ધર્મ છે, તું અમ હ્રદય અને તું મર્મ છે,
તું અમ દેહ તણો છે પ્રાણ.
બાહુમાં હે મા તું શક્તિ,
હ્રદયે રહી છે તું મા ભક્તિ,અમે રચી છે મંદિર મંદિર મૂરત તારી મા.

તું છે દુર્ગા દશવિધશસ્ત્રની ધારક,કમલદલે વિહરતી તું કમલા,
તને નમું હું વિદ્યાદાયિની વાણી.
નમન કરું તુજને હે કમલા, તું અતુલ તું નિર્મળ,
જલથી સભર ફળથી સભર હે મા.

સરલા શ્યામવરણા, સુસ્મિતવદના, સુભૂષિતા સંપન્નસભર  હે મા.

- ગોવર્ધન દવે

સૌ મિત્રોને સ્વાતંત્ર્યદિનની હાર્દિક શુભેચ્છાઓ.  બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ્’  ૧૮૭૬માં તેમની ‘આનંદમઠ’ નવલકથામાં પ્રકાશિત થયેલું. આ ગીતનાં બે અંતરાને કોંગ્રેસ અધિવેશને ‘રાષ્ટ્રગીત’ તરીકે માન્યતા પણ આપેલી.   આ સાથે ભારતનાં પ્રથમ સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણો. જો તમને યાદ હોય તો હિન્દી મુવી ( ? ) માં આ આખું વંદેમાતરમ ગીત છે તે પૂરા શબ્દો સાથે અને ગુજરાતીમાં તેનો અનુવાદ પણ… !!  તે સિવાય ઉર્દૂ અને અંગ્રેજીમાં પણ તેનો અનુવાદ કરવામાં આવ્યો છે.

big one

અરે… મને યાદ છે કે, આ તો ૬૩મો આઝાદી દિન છે.  પણ પહેલા સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણોને યાદ કરતાં કરતાં આજે વૅબમહેફિલની પણ પ્રથમ વર્ષગાંઠ છે તે પણ તો યાદ કરી લઈએને… !!   મિત્રો,  આઝાદીનાં પાવન પર્વે જ ગયા વરસે વૅબમહેફિલનો પ્રારંભ કરેલો.  જોકે, તેની ઉજવણી નક્કર અને પરિણામલક્ષી જ જોઈએ, તેવું લાગતાં નેટ સાથે સંકળાયેલ કવિમિત્રોનું કવિ-સંમેલન અથવા ગઝલશિબિર કે ઇન્ટરનેટ અને ગુજરાતી સાહિત્ય વિષયક પરિસંવાદ કરવાનું વિચાર્યું.  તે અંગે રાજેન્દ્ર અંકલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ગઝલશિબિરનું આયોજન કરી રહી જ છે.  અને મોસમનો મિજાજ પારખીને યોગ્ય એ જ લાગ્યું કે, તે જ દિવસે કાર્યક્રમ કરવો ઉચિત નથી.   પણ પરિષદ જ્યારે પણ આ શિબિર કરશે ત્યારે વૅબમહેફિલ તેને પૂરતો સહકાર આપશે અને આપ સૌને પણ અગાઉથી જાણ કરીશું જેથી તેનો લાભ લઈ શકો.

આજે આ દિને, સૌ પ્રથમ ઈશ્વર અને તમામ સાહિત્યકારોને મારા શત શત વંદન અને આભાર કે જેઓએ ગુજરાતીને આટલી સમૃદ્ધ બનાવી.   અને આપ સૌ વાચકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે અંગત મૅલ કે પ્રતિભાવો દ્વારા મને સતત સાથ અને સહકાર આપ્યો છે.  પિંકીબેન, રોજની આટલી બધી મૅલ્સમાં તમારો મૅલ વાંચી, મન હળવું થઈ ગયું.  કે - તમે મારા માપદંડમાં ખરાં ઊતર્યાં. કે - શું તમારી સાઇટને એક વરસ નથી થયું ?  કે - કોઈ કવિ એમ કહે મારી રચના તમારા હાથમાં સલામત છે નિ:સંકોચપણે તમે કોઈ પણ રચના મૂકી શકો …  ત્યારે ટાઇપ કરતાં લાગેલ થાક કે સમયનો બગાડ  કોઈને લાગે ?!!   તો લૅ-આઉટ અને મ્યુઝિક માટેની પસંદગી ભલે મારી હોય પણ તેને ટેકનિકલ સ્વરુપ નીરજે ( રણકાર ) આપ્યું છે.  તેની જેમ જ દાદાગીરી કરી, હરદ્વાર ગોસ્વામી, અનિલ ચાવડા,  વિવેકભાઈ ટૅલર, સુનિલભાઈ શાહ અને ઊર્મિને પણ હેરાન કર્યાં છે. તો ગૌરાંગભાઈ ઠાકર, ભાગ્યેશઅંકલ (જ્હા), રાજેન્દ્રઅંકલ (પટેલ), સુધીરઅંકલ (પટેલ), ધૈવતભાઈ શુક્લ, કૃષ્ણભાઈ દવે કે મૂકેશભાઈ જોશી અને અંકિતભાઈ ત્રિવેદીએ જે પ્રેમપૂર્વક – ભાવપૂર્વક સહકાર આપ્યો છે તે માટે હ્રદયપૂર્વક આપ સૌનો આભાર …….  !

એક વરસ પૂરું થયું છે પણ મનમાં નક્કી કરેલું તેના ૧૦% જ કામ પ્રેકટીકલી થઈ શક્યું છે. જોકે, આ સાથે ગુજરાતી સાહિત્યમાં અપાતા પારિતોષિક અંગે માહિતી અને યાદી મૂકીશ. તો કવિનો ટૂંક પરિચય પણ દરેક કવિની રચના સાથે આપ વાંચી શકશો. ( કવિમિત્રોને વિનંતી જલ્દીથી પોતાનો બાયોડૅટા મોકલાવે )  તે સિવાય, માર્ગદર્શિકા તૈયાર કરી છે જેના થકી આપ સાઇટને વધુ સારી રીતે જાણી અને માણી શકશો.  સાઈડબારમાં ” READ IN YOUR OWN SCRIPT “  ઑપ્શનનો ઉપયોગ કરીને, આપ વૅબમહેફિલને અન્ય ૯ લિપિમાં વાંચી શકશો.

નેટ પર બે-ત્રણ ગમતી પંક્તિ કે ત્રણ-ચાર શેર વાંચવાનો શોખ … ગદ્ય અને નિબંધોમાં ફેરવાઈ ગયો તો ભાષાની સરહદ પણ ઓળંગી દીધી.  અમૃતા પ્રીતમ, સર્વેશ્વરદયાલ સક્સેના કે હાર્ડી, યૅટ્સ પણ ઉમાશંકર કે કાન્ત જેટલાં જ પ્રિય લાગે છે.  જોકે, તેના માટે પણ કવિતાકોશ કે પોએટ્રી નો એટલો જ મહત્વનો ફાળો છે.  આપ સૌ જો સહકાર આપો તો , પ્રેમાનંદના નળાખ્યાનથી સિતાંશુનું જટાયુ પણ પરવાનગી લઈ નેટ પર ઉપલબ્ધ કરવું છે અને તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.

અને અંતે,  મધપૂડો છંછેડવા જેવી બે વાત – કૉપીરાઇટ અને પ્રતિભાવ.  હાલ પૂરતું  તો કોઈ કવિએ વાંધો દર્શાવ્યો નથી અને છતાં કોઈ કવિ કહેશે તો તેમની રચનાઓ દૂર કરવામાં આવશે.   પ્રતિભાવકોને વિનંતી કે તેઓ પોતાની લાગણીઓ શિષ્ટ ભાષામાં જણાવે અન્ય પ્રતિભાવકનું અપમાન થાય અથવા તો કોઈ કૃતિનું કે સાહિત્યકાર કે સામયિકનું અપમાન થાય તેવાં શબ્દોનો ઉપયોગ ન કરે.  કવિતા ન ગમે તો મારી પસંદગી ના ગમી એવું કહેશો તો ચલાવી લઈશ. :)

પ્રથમ વર્ષની ઉજવણી ત્યારે જ યોગ્ય લેખાય જ્યારે ગુજરાતી સાહિત્યની ફરી ફરીને માણવી ગમે એવી અમર રચનાઓ વૅબમહેફિલ પર મૂકાય પણ નવી ગઝલ કે કવિતાના રસિયાઓ નિરાશ ના થાય કારણ વચ્ચે નવી રચનાઓ પણ મૂકીશ.

.


the attachments to this post:

big one
big one

peopleid
peopleid

independence day india
independence day india


31 Comments to “વંદે માતરમ્ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( અનુ : વંદન કરું તુજને હે મા ! – ગોવર્ધન દવે )”

  1. Dhwani Joshi says:

    પિંકીબેન,
    આઝાદી અને આઝાદદિન ની આપને પણ ખૂબ શુભકામનાઓ.. આઝાદદિન મુબારક.. હા, ભારતદેશ અને ભારતીય હોવાનું તો ગર્વ છે જ.. પણ આપણે-ભારતિયો પર પણ ગર્વ કરી શકીએ, એવો સામુહિક પ્રયત્ન કરવો જ રહ્યો…!!

    આપની વેબમહેફિલ ને પ્રથમ વર્ષગાં મુબારક.. આપ ધણુ જ સરસ કામ કર છો.. આ વેબમહેફિલ ની મજા ય કંઈ ઓર છે.. ખુબ સરસ ગીત – રચના જાણવા- માણવા મળે છે.. કેટલીક જાણીતી …તો ક્યારેક નવા કવિઓ ની રચના… બધાજ રસાસ્વાદ માણવા મળે છે… ખૂબ ખૂબ શુભેચ્છા સહ…

  2. Harnish Jani says:

    તમારા પહેલા વરસની પૂર્ણતા બદલ અભિનઁદન.
    પહેલા આઝાદ દિને મારા દાદીમાનેી મદદ થી ખાદી ભંડારમાઁથેી ધ્વજ લાવીને ઘર પર ફરકાવ્યો હતો.આઠવાડીયા સુધી ગામે જશ્ન મનાવ્યો હતો.લગભગ રોજ રાતે મશાલ સરઘસ નીકળ્તા-ગરબા અને સભાઓનો અઁત નહોતો.
    અચ્છા.હવે વાત કવિતાની-ગોવર્ધન દવે નુઁ ભાશાન્તર જામતું નથી એમાઁ ઓરિજીનલ જેવો લય કે નાદ નથી.કદાચ બંકિમબાબુનુઁ વઁદે માતરમ સાંભળીને કાન ટેવાય ગયા હોય્ તેમ છતાં તેના પરિચય બદલ અભિનંદન.

  3. પિંકીબેન, આપને સ્વાતંત્ર્યદિનની ખુબ શુભેચ્છાઓ…

    અને વેબમહેફીલને પ્રથમ વર્ષગાંઠ પણ ખુબ ખુબ મુબારક… :)

    આપે જે રીતે સંયમ અને ખંતથી અત્યાર સુધી શમ્મેમહેફીલને જીવંત રાખી છે તેના માટે ખુબ ખુબ અભિનંદન… અને આ જ રીતે એ વિકસતી રહે એવી શુભેચ્છા…

  4. sudhir patel says:

    પીન્કીબેન,

    તમને અને સૌ ભાવક મિત્રોને આઝાદ-દિનની હાર્દિક વધાઈ અને દેશની શાંતિ અને અવિરત પ્રગતિ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
    આ જ સપરમા દિવસે વેબ-મેહફિલને પણ એક વર્ષ પૂરું થાય છે એ જાણી પણ આનંદ થયો. અહીં બેઠા અમને સાહિત્ય-જગતના સમાચાર અને નવી-જૂની સાહિત્ય કૃતિઓ ઉપલબ્ધ કરાવવા બદલ ધન્યવાદ. આ દિશામાં ‘વેબ-મેહફિલ’ ખૂબ પ્રગતિ કરે અને અનેક ઊંચાઈઓ સર કરે એવી દિલથી શુભકામનાઓ અને પ્રથમ વર્ષ-ગાંઠ મુબારક!
    ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાઈને સાહિત્ય-શિબિરનું આયોજન અને કવિ/સાહિત્યકારોનો પરિચય આપવાનું પગલું પણ આવકારદાયક અને સરાહનીય છે. અભિનંદન!!
    સુધીર પટેલ.

  5. વંદે માતરમ.
    વેબમહેફિલને પ્રથમ વર્ષગાંઠે અઢળક શુભેચ્છાઓ!

  6. માતૃભુમીને વંદન અને વેબમહેફીલને સલામ.
    ગુજરાતી ભાષાની મધુરતા અને તેના સ્પંદનને જગતમાં પ્રસારી એક ખુબજ ઉત્તમ કામ
    આપ કરો છો તે અભિનંદનને પાત્ર છે.અને મા સરસ્વતીની કૃપા મેળવવાનો રસ્તો.
    પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

  7. ઉમદા ભાવથી શરુ થયેલ કાર્યની કુંપળોમાંથી પ્રગતિના પાંદડા ફૂટે જ એ તમે સિદ્ધ કરી આપ્યું છે.અભિનંદન અને ખુબ શુભેચ્છા.

  8. Best wishes and many more to come!

    http://www.yogaeast.net

  9. Jay says:

    પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન…વેબ-મેહફિલ દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રગતિ કરતી રહે એવી ખરા હ્રદયની અભિલાષા…જય

  10. પીન્કીબેન… ખૂબ ખૂબ અભિનંદન. તમારો અભિગમ પ્રશંસાને પાત્ર છે. પ્રગતિ કાજે મબલખ શુભેચ્છાઓ.

  11. પિંકીબેન,
    ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની સુંદર મહેફિલ જમાવવા બદલ અને એને એક વરસના મુકામ સુધી સુપેરે પહોંચાડવા બદલ હાર્દિક અભિનંદન. લગે રહો …

  12. वन्दे मातरम्   Vande Mataram!

    आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
    एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
    आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में

    यह झण्डा न इसका होगा न उसका कहलायेगा
    जिसको भी है प्यार वतन से वही इसे उठायेगा
    दुश्मन पर टूटेगा तो यह बिजली बनकर कड़केगा
    अपनों पर छायेगा तो सुख का बादल बन जायेगा
    आओ वक़्त गँवाओ ना आपस के रोने धोने में

    आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
    एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
    आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
    ~ प्रेम धवन
    મનીષ મોદીની કૃપાએ પ્રેમ ધવનની અા અદ્દભુત કિવતા હાથ લાગી છે. તમને અને દરેક વાંચકને સ-અાદર મુબારક. હજુ ય ો અાપણે પદાર્થ શી શકતા હોઈએ તો !!

  13. Paresh says:

    પીન્કી બહેન
    આઝાદી દિવસની શુભેચ્છા. આપની આ વેબ મહેફિલની વર્ષગાંઠે હાર્દીક શુભેચ્છા. આ મહેફિલ સદીઓ સુધી લોકો ને યાદ રહેશે તેવી મહેચ્છા.

  14. vishwadeep says:

    આપ સૌને..આઝાદી-દિનના અભિન્ંદન..
    દુર દુર રહેતા અમો પરદેશી પંખી..વતનને યાદ કરીએ…મા-ભારતીને વંદન કરીએ..

    અમારી આખરી ઈચ્છાઃ અંતકાળે બસ રહું તારા ચરણમાં,
    મન મારું રોજ રોજ ઝંખ્યા કરે.

  15. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    વંદે માતરમ્ !!
    આઝાદી અમર રહો !!!
    જય હિંદ,(સુભાષચંદ્ર બોઝ).
    જય જગત, (વિનોબા ભાવે).

  16. Himmat says:

    ૧૫મી ઑગસ્ટે રાજકારણીઓ, મિડિયા (અને હવે બ્લૉગરો) આભાસી ખુશાલીનું મહોલ સર્જે છે ત્યારે સાલું લાગી આવે છે- માથામાં તમરીઓ ચડે છે. ચારે બાજુ ઘોર અતંત્રતા, અસમાનતા હોય ત્યારે આવા ઉજવણા નહી પણ મરસિયા પ્રગટ કરવા જોઈએ. ઉર્વીશ કોઠારીના બ્લોગની પોસ્ટ એ આપણી સ્વતંત્રતાની ચાડી ખાય છે.

    —-
    પ્રતિભાવોની બાબતે….
    —-
    અને અંતે, મધપૂડો છંછેડવા જેવી બે વાત – કૉપીરાઇટ અને પ્રતિભાવ. હાલ પૂરતું તો કોઈ કવિએ વાંધો દર્શાવ્યો નથી અને છતાં કોઈ કવિ કહેશે તો તેમની રચનાઓ ઉઠાવી લેવામાં આવશે. પ્રતિભાવકોને વિનંતી કે તેઓ પોતાની લાગણીઓ શિષ્ટ ભાષામાં જણાવે અન્ય પ્રતિભાવકનું અપમાન થાય અથવા તો કોઈ કૃતિનું કે સાહિત્યકાર કે સામયિકનું અપમાન થાય તેવાં શબ્દોનો ઉપયોગ ન કરે. કવિતા ન ગમે તો મારી પસંદગી ના ગમી એવું કહેશો તો ચલાવી લઈશ. :)

    અપશબ્દો વગરના દરેકે દરેક ભલે ગમે તેટલા કડવા અને લાગી આવે તેવા પ્રતિભાવો હોય..એક જાગૃત બ્લોગરે કોઈ પણ જાતનું એડિટિંગ કર્યા સિવાય સ્વીકારવા જ જોઈએ. પ્રતિભાવોમાં બ્લોગ ચલાવનારની ટીકાથી માંડીને, જે તે કવિની ટીકા કે વગર વિચાર્યા પ્રતિભાવ આપનારની ટીકા પણ એટલીજ ઉપયોગી અને આંખો ખોલનરી હોય છે.
    ———
    આટલા ટૂંકા સમયમાં વેબમહેફિલની લોકપ્રિયતા અને ગુણવત્તા બદલ તમે અભિનંદનના હકદાર છો. તમે બહુ સરસ કામ કરો છો. તટસ્થ રહીને કામ કરે રાખો. તમારામાં એક સારા એડિટરના ઘણા ગુણો છે એને વધુ વિકસાવો.

  17. vimal shah says:

    congratulations and thanks.

  18. Maheshchandra Naik says:

    શ્રી પિન્કીબેન,
    આઝાદી દિવસની અનેક શુભકામનાઓ, આપને વેબ-મહેફિલના જન્મદિવસની વધાઈ, ગુજરાતી વેબ મહેફિલ જમાવી ગુજરાતી ચાહક અને ભાવકને, ખાસ કરીને પરદેશ સ્થિત અમારા જેવાને સતત રોજબરોજ આનદ આપવા માટે આભાર, આપ અનેક વરસો સુધી વેબ-મહેફિલ પર છવાયેલા રહો એ જ શુભ કામનાઓ………………..

  19. Heena Parekh says:

    ખૂબ ખૂબ અભિનંદન.

  20. Makarand Musale says:

    વેબમહેફિલ ને હાર્દિક શુભેચ્છાઓ.

  21. avani m. buch says:

    વેબમહેફિલને પ્રથમ વર્ષગાંઠે ખુબ ખુબ શુભેચ્છા

  22. વેબમહેફિલને એની પહેલી વર્ષગાંઠે ખૂબ ખૂબ શુભકામનાઓ…

    સતત અનવરત પ્રગતિ કરતા રહો એજ અંતરેચ્છા…

  23. Dhaivat Shukla says:

    અભિનંદન અને શુભેચ્છાઓ…..

  24. Chand Suraj says:

    બહેનશ્રી પિન્કીબેન,
    વેબમહેફિલને પ્રથમ વર્ષગાંઠ પર જાજેરાં અભિનંદનો સાથે મંગલકામનાઓ !

  25. વેબમહેફિલને પ્રથમ વર્ષગાંઠે અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ… Keep it up the best work!

  26. ilajayswal says:

    પિન્કિબેન ,really sorry but I missed to congratulate u. Here i take atime to say that there r many people who use this site but donot comment, just enjoy poems.somewhat shelfish like me!!

  27. Pinki says:

    પ્રિય ઈલાબહેન, આપનો ખૂબ ખૂબ આભાર.

    કદાચ કોઇ વાચક પ્રતિભાવ ન આપી શકે તો-
    સમયની વ્યસ્તતા, ગુજરાતી ટાઇપીંગ કે અન્ય કારણ પણ હોય છે.
    ઘણાં વાચકો અંગત મૅલ દ્વારા પણ તેમની લાગણીઓ વ્યકત કરે છે.

    વૅબમહેફિલ આપ સૌ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે જ છે.
    અને આપની મુલાકાત મારા માટે તો કેટલી સુખદ નીવડી છે !! ( waiting…. !! )
    જો કે, આપ સૌનાં બે શબ્દો ચોક્કસ અમારા ઉત્સાહમાં ઉમેરો કરશે. :)

  28. shaunak says:

    આભાર,………..આપે સાહિત્ય પ્રેમિ અને સાહિત્યકાર વચ્ચે સેતુ બનવવાનુ ભગિરથ કાર્ય કર્યુ છે . સન્સ્ક્રુરત સાહિત્ય અનુસાર “યોજકહ તત્ર દુર્લભહ” આપે આ યોજના નુ કર્ય કર્યુ છે,એ ખરેખર ધન્યવદ ને પાત્ર છે.

  29. Kanubhai Suchak says:

    આ વખતે ઘણો સમય યુ.એસ.એ. રહેવાનુ થયુ તેમા ઘણા બ્લોગ જોવાનો આનન્દ મ્ળ્યો. દરેક પોતપોતાની શક્તિ અને મર્યાદા મુજબ સરસ કાર્ય કરે છે. તમારા પ્રયાસના સફળ પ્રથમ સોપાને અભિનન્દન સહ સતઃશ શુભેચ્છા.
    તમારો બ્લોગ એ જ મને તમારો પરિચય પરન્તુ સાહિત્ય તરફની તમારી પ્રીત અને દ્રષ્ટિ પ્રસન્સનીય છે. મુમ્બઈમા આવી પ્રવ્રતિમા જોડાયેલો છુ આવવાનુ બને તો તમારુ સ્વાગત કરતા આનન્દ થશે.
    આ ઉપરાત નવી કલમ અને પુરસ્ક્રુત પ્રતિભા એક જ બેઠકમા મળવા-જાણવા મળશે.
    મારા લાયક કામ જરુરથી જણાવશો.
    સસ્નેહ

  30. kedar says:

    છેલ્લા એક વર્ષ થી વૅબમેહફિલનું પિયુષપાન કરતો આવ્યો છું અને મજા માણતો આવ્યો છું. અક્ષયપાત્રની જેમ વૅબમેહફિલના પાત્રમાંથી સતત ઉત્તમ રચનાઓનો સ્વાદ માણતો રહુ એ જ અપેક્ષા.આ તબક્કે પિન્કીબેનને ખાસ ખાસ શુભેચ્છાઓ….. and all the best to webmehfil……

  31. sanjeev says:

    વાહ્,

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME