ગઝલ : અમૃત ‘ઘાયલ’

 

ચોતરફ મૌન, મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેઘલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિંદગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે  ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

- અમૃત ‘ઘાયલ’

 

આજે તેમનાં જન્મદિને તેમની ગઝલ વિશે એક ગઝલ.  દિલને જે ગમે કે દિલને હલબલાવી દે તે જ ગઝલ … તેમની આ બે વ્યાખ્યા તો સાવ સાચી છે. 

 

.


7 Comments to “ગઝલ : અમૃત ‘ઘાયલ’”

  1. લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
    હલબલી જાય આદમી તે ગઝલ.

    વાહ ઘાયલબાપા…..છંદ પણ હલબલાવી દે એવો.

  2. Niraj says:

    આજ ગઝલનાં અપ્રસ્તુત શેર..

    લાજના ભાવથી નમી તે ગઝલ
    જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ

    આંખમાં આંજીને સ્નેહનો સુરમો
    રાતભર સોગઠે રમી તે ગઝલ

    એ તો છે ચીજ સર્વ મોસમની
    નિત્ય લાગે મૌસમી તે ગઝલ

  3. sapana says:

    લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
    હલબલી જાય આદમી તે ગઝલ.

    હલબલાવી દિધા..
    સપના

  4. Maheshchandra Naik says:

    ગઝલના વિધવિધરંગી ફુલછાબ એટલે ઘાયલ સાહેબની આ ગઝલ, ગઝલ એટલે શું તે બધુ કહી દેતી વાત એટલે આ ગઝલ, ગઝલના બાદશાહ શ્રી ઘાયલ સાહેબને સલામ…………..

  5. સુંદર રચના…

  6. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) says:

    વાહ…ગઝલ ના એક સાચા ઉપાસક દ્વારા અપાયેલી ગઝલની સુન્દર વ્યાખ્યાઓ… અભિનન્દન..અને આભાર…પિન્કીબેન…

  7. kaushal vaghela says:

    નમસ્કાર તમરિ પાસે જો અમ્રુત સાહેબનિ ગઝલોનિ ખાસ દિવિદિ હોય તો મને આ નુમ્બર પર જાન કરો. ૯૯૭૯૨૨૨૧૨૩

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME