ઈશ્વર છે તું : રઇશ મનીઆર
માત્ર ત્રણ અક્ષર છે તું, ઈશ્વર છે તું;
લાગણીથી પર છે તું, ઈશ્વર છે તું.
ઘર મને, ભીંતો મને, સગપણ મને;
મુક્ત છે, બેઘર છે તું, ઈશ્વર છે તું.
પ્રશ્ન છું, કૂટપ્રશ્ન છું, માણસ છું હું;
ક્યાં કોઈ ઉત્તર છે તું ? ઈશ્વર છે તું.
હું જ નર્તન છું અનાદિ ને અનંત,
માત્ર એક ઝાંઝર છે તું, ઈશ્વર છે તું.
પગ મૂકી તો જો ધરા પર એકવાર !
ક્યાં હજી પગભર છે તું ? ઈશ્વર છે તું.
સ્વસ્થ હું હોઉં તો તું હોતો નથી,
ને ક્વચિત્ કળતર છે તું, ઈશ્વર છે તું.
- રઇશ મનીઆર
ગઈકાલે અમૃત ‘ઘાયલ’ નો જન્મદિન હતો … અને વળી, રઇશભાઈનો પણ જન્મદિન તે કાલે જ લયસ્તરો પર જાણ્યું . Better late than never. એટલે આજે તેમને Belated Birthday Wishes અને માણીએ એમની મારી ગમતી ગઝલ. ત્રણ અક્ષરનાં ઈશ્વરે આપેલ ચાર અક્ષરનાં કળતરની વાતો… !!
.

જન્મ દિવસ ની શુભકામનાઓ…. રઈશઅન્કલ ને… અદભુત રચના..મઝા આવી…
કવિને જન્મ-દિવસની શુભકામનાઓ!
સુધીર પટેલ.
મજા આવી. રઈશભાઈને જન્મદિનની શુભેચ્છાઓ.
શ્રી રઈશભાઈને જન્મ્દિવસની અનેક શુભકામનાઓ, ઈશ્વરને પડકારવાના શબ્દો ખુબ ચોટદાર છે, કવિ જ કહી શકે….કવિશ્રીને અભિનદન અને આપનો આભાર………..
વિવેક ટેલર,રઈશ મણિયાર;સુરત ના કંઠે ચમકતા બે હાર!…રઈશભાઈ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ…
સુંદર ગઝલ… ફરીને વાંચવી ગમે એવી !
બધા શેર સુંદર થયા છે…
તારો અર્થ ખોજવા ગયો તો હુ ખોવઇ ગયો,
લે ! પાસો મલુ ખુદ ને હુ એ કોને પોકાર કરુ
હુ ને તુ એક સિક્કાનિ બે બાજુ બરાબર ને ?
એક્ તો સે બિજિનિ શિ રિતે નિરાકાર કરુ ?