તરુણોનું મનોરાજ્ય : ઝવેરચંદ મેઘાણી

 

horse

 

ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે,
વિશ્વભરના યુવાનોની આંખો અડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિં !
યુદ્ધ ચડતાંને અપશુકન ધરશો નહિં !
કેસરી વીરના કોડ હરશો નહિં !
મત્ત યૌવન તણી ગોત કરશો નહિં !

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુ ને પાય;
લાતો ખાધી, લથડિયાં-એ દિન ચાલ્યા જાય :

લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

- ઝવેરચંદ મેઘાણી

 

ઝવેરચંદ મેઘાણીનું એક શૌર્યગીત.  જે સાતમા કે આઠમા ધોરણમાં ભણતાં’તાં ત્યારે કોઈ વાર્તામાં quote કરેલું ( કદાચ પન્નાલાલ પટેલની વાર્તામાં ?)  વાંચેલું.  મમ્મીને પૂછતાં જાણવા મળ્યું કે આ ઝવેરચંદ મેઘાણીનું ગીત છે. બસ, એટલી જ મમત ત્યારે હશે પણ હમણાં બે-ત્રણ મહિના પહેલાં આખું ગીત વાંચ્યું ત્યારે જે આનંદ થયો તે વ્યક્ત કરવો મુશ્કેલ છે અને એટલે જ પ્રવિણભાઈ અને સુનીલભાઈની ફરમાઈશ જલ્દી પૂરી કરવાનો પ્રયત્ન કરું છું.  :)

 

શબ્દાર્થ :  દર્પભર – અભિમાનપૂર્વક,  અવર – બીજું, અન્ય.

 


the attachments to this post:

horse
horse


9 Comments to “તરુણોનું મનોરાજ્ય : ઝવેરચંદ મેઘાણી”

  1. vishwadeep says:

    ઝવેરચ્ંદ મેઘાણીનું સુંદર મજાનુ ગીત..

  2. યુવાનોને પોરસાવવા વારંવાર ટાંકવામાં આવતી પંક્તિઓ. જોસ્સાવાળું ગીત.

    ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
    અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

  3. jjugalkishor says:

    ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ !! (પંખાળો ઘોડો તે આનું નામ.)

    અમારા નાનપણનું આ ગીત એ સમયના યુવાનોને પાનો ચડાવવા માટેનું એક તાકાતવર હથિયાર હતું. યાદ કરાવવા બદલ આભાર.

  4. preetam lakhlani says:

    પ્રિય પીનકી, આ તો ફકત તારી જાણ માટે લખુ છુ મારી Last name પણ બ્રહ્મભટ છે, પણ હુ મારા pen name માટે જ લખલાણી લખુ છુ..

  5. Maheshchandra Naik says:

    સરસ પ્રોત્સાહિત કરવા માટેનુ ગીત………….

  6. Rakesh Thakkar, Vapi says:

    યુવાનોને પ્રેરણા આપતી રચનાઓમાં મને આ સૌથી સુંદર રચના…

  7. ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
    અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

    - કહેવત કક્ષાની પંક્તિઓ…

  8. Keyur Pathak says:

    Nice Poem….But there’s a suggestion 4 u…It’d b better if u publish a short introduction of poets…his/her photographs….and biography…

    Pinki :
    Dear Keyur,
    we are already working on it. and very soon, we will update biodatta, photographs and books-award details.

  9. Abhishek says:

    Pinky,You did really superb job.This poem is also superb.Youngers should take insiperation.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME