આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ

 

એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
સબદ સાંસ સંગત બડી, સાધ સકે તો સાધ.

જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,
મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.

નિરખ નિરખ નેણાં ઠરે, હલે ચલે અબ કોણ,
આજુબાજુ ઊછળે, ઝળહળ જોત અગાધ.

કોણ જનમરો તપ ફળ્યો, કોણ જનમરો જાપ,
આપ પ્રકાશ્યો આપલગ, આપ ચગ્યો આરાધ.

આપે તોરણ બાંધિયો, આપ ઉઘાર્યો દ્વાર,
આપે ચાલી આવિયો, આપ કટ્યો અપરાધ.

- રાજેન્દ્ર શુક્લ

” એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
તુલસી સોબત સંતકી, કટે કોટિ અપરાધ. ”

એક ઘડી એટલે કે ચોવીસ મિનિટ, આધી ઘડી બાર મિનિટ અને પુનિ એટલે કે છ મિનિટ …. પણ જો સંતનો સત્સંગ કરીએ તો કરોડ પાપનો નાશ થઈ જાય.  આ વર્ષનો વલી ઍવોર્ડ રાજેન્દ્રઅંકલને અર્પણ કરવામાં આવ્યો છે. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી રાજેન્દ્ર અંકલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીએ તેમની મારી ગમતી ગઝલ.

 

 

.


4 Comments to “આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ”

  1. sudhir Patel says:

    ખૂબ જ સુંદર અને ગહન દુહા-ગઝલ!
    કવિશ્રી રાજેન્દ્ર શુકલને વલી એવોર્ડ માટે હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  2. Bharat Atos says:

    ખુબ ખુબ અભિનંદન
    સુંદર ગઝલ.

  3. ઘણીજ ઉમદા ગઝલ ખુબ ખુબ ખુબ ગમી

  4. આને રાજેન્દ્ર શુક્લાનું નહીં, પણ એવૉર્ડનું “સાચું” બહુમાન થયું કહેવાય !!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME