વાસ્તવિકતા : પ્રીતમ લખલાણી

સવારે
ફલાવર વાઝમાં
મલપતાં ફૂલો જોઇને ઉત્સાહમાં
મેં
બારીના પડદા ખોલ્યાં તો –
ડાળે કાંટાને વળગી એક પંતગિયું
ધ્રૂસકે ધ્રૂસકે રડતું હતું.
-પ્રીતમ લખલાણી
રોજ સવારે બેઠકરુમ સજાવવા, ફલાવરવાઝમાં તાજાં ફૂલો ગોઠવી, બેઠકરુમની બારી રોજ જ ખોલીએ. પણ, અંતરની બારીનો પડદો તો ક્યારેય ખોલ્યો જ નથી. નહીં તો કાંટાને વળગીને, ધ્રૂસકે ધ્રૂસકે રડતું પતંગિયું આપણે પણ જોઈ શકતને… !! આજે, પ્રીતમ લખલાણીનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
the attachments to this post:


Thank you dear pinki…….
ખૂબ જ સુંદર અને માર્મિક કાવ્ય!
કવિને જન્મ-દિનની હાર્દિક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
કવિને જન્મદિનની વધાઈ. ટચુકડું પણ ચોટદાર કાવ્ય.
આજ એ કવિને મારા ખાસ અન્તર ના મુબારક! રોહિત પટેલ
આજના પ્લાસ્ટિકીયા જમાના સામે સરસ કટાક્ષ.
ધારદાર રચના!!!!
Dear Pritambhai
Many Happy Returns of The Day….
Dumb poetry. Just setting of words.
સુઁદર રચના…
ખુબ સરસ રચના છે,